મુંબઇ ઇંડિયન્સની પહેલી જીત, લખનઉની વિજયી હેટ્રિક

Wednesday 10th April 2024 05:30 EDT
 
 

મુંબઇ: આઇપીએલ-17 આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચ વધતો જાય છે. સતત ત્રણ મેચ હારી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે પહેલો વિજય મેળવ્યો છે. તો લખનઉ સુપર જાયન્ટ્સે વિજયની હેટ્રિક મેળવી છે.
મંગળવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ સુપરકિંગ્સને બે રને હરાવ્યું હતું. હૈદરાબાદે પ્રથમ દાવ લેતાં 20 ઓવરમાં નવ વિકેટે 182 રન કર્યા હતા, પણ પંજાબ લક્ષ્યની નજીક પહોંચીને હારી ગયું હતું. પંજાબ છ વિકેટે 180 રન જ કરી શકતાં તેનો કારમો પરાજય થયો હતો. હૈદરાબાદ તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ 37 બોલમાં ઝમકદાર 64 રન તો અબ્દુલ સમદે 12 બોલમાં 25 રન કરીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી શશાંક સિંહે 25 બોલમાં 46 રન કર્યા હતા.
મુંબઇ ઇંડિયન્સ-દિલ્હી કેપિટલ્સ
આઈપીએલ-17ની ચોથી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ જીત મેળવી હતી. હોમ ગ્રાઉન્ડ વાનખેડે પર મુંબઈએ દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું. મુંબઈએ પાંચ વિકેટે 234 રનનો મજબૂત સ્કોર કર્યો હતો. ટી20 ઈતિહાસની કોઈ ઈનિંગ્સમાં એકેય અડધી સદી વગર સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ છે. દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટનાં ભોગે 205નાં સ્કોર સુધી જ પહોંચી હતી. દિલ્હી કેપિટલ્સની આ ટૂર્નામેન્ટની 5 મેચમાં આ ચોથી હાર છે. જ્યારે મુંબઈનાં રોહિત શર્માએ ટી20માં 250મી મેચ જીતી હતી. આ ભારતીય રેકોર્ડ છે. મુંબઈનાં રોહિતે 27 બોલમાં 49 રન કરી ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ઈશાન (42)એ તેને સાથ આપ્યો. બંનેએ પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી.
લખનઉ સુપર જાયન્ટ્સ - પંજાબ સુપરકિંગ્સ
લખનઉ સુપર જાયન્ટ્સે રવિવારે હોમ ગ્રાઉન્ડમાં ગુજરાત ટાઈટન્સને 33 રનથી હરાવી સિઝનમાં જીતની હેટ્રિક પૂર્ણ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 163 રન કર્યા હતા. ઓલરાઉન્ડર માર્કસ સ્ટોયનિસે (58) અડધી સદી ફટકારી હતી. લખનઉ સુપર જાયન્ટ્સની ગુજરાત સામે આ પ્રથમ જીત છે, જ્યારે ગુજરાત ટાઈટન્સે વર્તમાન સિઝનમાં સતત બીજા પરાજયનો સામનો કરવો પડ્યો છે. લખનઉએ 13 મેચમાં પ્રથમ બેટિંગ કરતા 160+નો સ્કોર કર્યો છે અને તમામ મેચ જીતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter