મુંબઇએ ૩ માટે રૂ. ૩૧.૫ કરોડ જ્યારે અન્ય ૧૮ માટે રૂ. ૧૬.૪ કરોડ ખર્ચ્યા

Saturday 19th February 2022 05:44 EST
 
 

મુંબઇઃ મુંબઇ ઇન્ડિયન્સે ઇશાન કિશનને ખરીદવા માટે ૧૫.૨૫ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. મુંબઇની ફ્રેન્ચાઇઝીએ તેની ઉપર હાઇએસ્ટ મની ખર્ચ્યા હતા. રવિવારે બીજા દિવસે મુંબઇએ ટિમ ડેવિડને ૮.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ તેની કોઇ વિદેશી ખેલાડી ઉપર ખર્ચવામાં આવેલી હાઇએસ્ટ બીડ હતી. ઇંગ્લેન્ડના પેસ બોલર જોફ્રા આર્ચરને પણ રૂ. ૮ કરોડમાં ખરીદ્યો છે પરંતુ તેનું રમવું શંકાસ્પદ છે. પાંચ વખતની વિજેતા ટીમે તેના ત્રણ ખેલાડીઓ માટે ૩૧.૫ કરોડ રૂપિયા દાવ ઉપર લગાવી દીધા છે અને ૧૬.૪ કરોડમાં પોતાના અન્ય ૧૮ ખેલાડીઓને ખરીદ્યા છે.
ઉનડકટ દસમી વખત ને કાર્તિક સાતમી વખત
સૌરાષ્ટ્રના ડાબોડી પેસ બોલર જયદેવ ઉનડકટને મુંબઇની ટીમે રૂ. ૧.૩ કરોડમાં ખરીદ્યો છે. આઇપીએલ હરાજીમાં તે દસમી વખત ખરીદાયો છે, જે એક રેકોર્ડ છે. આ મામલે તે અન્ય કોઇ પણ ખેલાડી કરતાં આગળ છે. દિનેશ કાર્તિક આ મામલે નાથાન કાઉલ્ટર નાઇલની સાથે બીજા ક્રમે છે. બંને ખેલાડીઓ આઇપીએલના ઇતિહાસમાં ૭-૭ વખત ખરીદાયા છે. ઉનડકટ મુંબઇ માટે રમશે તો તે આઇપીએલની વિવિધ છ ટીમો તરફથી રમાનાર ખેલાડીની ઇલિટ ક્લબમાં સામેલ થશે. માત્ર એરોન ફિન્ચ આઠ અલગ અલગ ફ્રેન્ચાઇઝી તરફથી આઇપીએલમાં રમ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter