મુંબઈઃ વિશ્વની સૌથી મોટી લોકપ્રિય ક્રિકેટ લીગ આઈપીએલ 26 માર્ચથી શરૂ થઇ રહી છે. જેમાં લીગનો પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને શ્રૈયસ ઐયરની કેપ્ટન્સી ધરાવતી કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે.
ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં આયોજિત મેગા ઓક્શનમાં કોલકાતાએ શ્રેયસને રૂ. 12.25 કરોડમાં ખરીદીને ટીમ કેપ્ટન બનાવ્યો હતો. આઈપીએલની ફાઈનલ 29 મેના રોજ રમાશે. 2022ની આઈપીએલ લીગની તમામ 70 મેચ મુંબઈ અને પૂણેમાં રમાશે. મુંબઈમાં કુલ 55 અને પૂણેમાં 15 મેચ રમાડાશે. આ આઈપીએલમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 20, બ્રેબોર્ન સ્ટેડિયમાં 15, ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 20 રમાશે. જ્યારે પૂણેના એમસીએ સ્ટેડિયમમાં 15 મેચ રમાશે.
ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સે પાછલા વર્ષનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ લીગની સૌથી સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ છે જેના નામ પર પાંચ ખિતાબ અન બીજા ક્રમે ચેન્નાઈ પાસે ચાર ખિતાબ છે. આઈપીએલ 2022ની લીગની છેલ્લી મેચ 22 મેના રો સાંજે સાડા સાત કલાકે વાનખેડે સ્ટેડિયમમા જ રમાશે. જેમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને પંજાબ કિંગ્સની ટીમ સામ સામે ટકરાશે. આ વર્ષે કુલ 13 ડબલ હેડર મુકાલબા જોવા મળશે. અર્થાત આ દિવસોમાં એક જ દિવસમાં બે મેચ જોવા મળશે.