મુકેશ અને નીતા અંબાણી પેરિસમાં...

Friday 02nd August 2024 07:52 EDT
 
 

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે પેરિસ ઓલિમ્પિક્સના ઓપનિંગ સેરેમનીમાં હાજર રહ્યાં હતાં. બંનેએ ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં સાથે મુલાકાત પણ કરી હતી. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના સભ્ય નીતા અંબાણીએ અહીં ઇન્ડિયા હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. એ પછી દંપતીએ આઇકોનિક એફિલ ટાવર પાસે ઊભા રહીને ફોટોશૂટ કરાવ્યું હતું. નીતા અંબાણી 2016થી આઈઓસી (ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી) મેમ્બર છે અને હાલમાં જ સર્વાનુમતે ફરીથી ચૂંટાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter