લંડનઃ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ-કપ મેચ રમવા માટે લંડન પહોંચેલી ભારતીય ટીમે ખરાખરીના મુકાબલા પૂર્વે ભારતીય હાઈ કમિશનની સૌજન્ય મુલાકાત લીધી હતી. કેનિંગ્સ્ટન પેલેસ ગાર્ડન્સમાં આવેલા ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામના નિવાસસ્થાને યોજાયેલા એક સમારંભમાં ભારતીય ખેલાડીઓએ હાજરી આપી હતી.
આ દરમિયાન કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે વર્લ્ડ કપ જીતવો અત્યંત મુશ્કેલ છે, પણ અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને અમે વર્લ્ડ કપ જીતીને બતાવીશું. સમારંભમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર્સ ફારુખ એન્જિનિયર, દિલીપ દોશી તેમજ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યુકેના વિદેશ મંત્રાલયના ઉચ્ચાધિકારીઓ તેમજ લોર્ડ સ્વરાજ પોલ, લોર્ડ જિતેશ ગઢિયા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.