ગાલેઃ પાકિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝ સામે ફરી એક વખત શંકાસ્પદ બોલિંગ એક્શનનો રિપોર્ટ થયો છે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન મેચ રેફરીએ હાફિઝની એક્શન અંગે ફરિયાદ કરી હતી.
હાફિઝની બોલિંગ એક્શન અંગે એક વર્ષમાં આ બીજી વખત રિપોર્ટ થયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)ના નિયમ મુજબ જો કોઈ બોલરની એક્શન અંગે એક વર્ષમાં બે વખત રિપોર્ટ કરવામાં આવે તો તેના પર ઓછામાં ઓછા એક વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે.
હવે હાફિઝને રિપોર્ટ મળ્યા બાદ ૨૧ દિવસની અંદર પોતાની બોલિંગ એક્શનનું પરીક્ષણ કરાવવું પડશે. જોકે પરિણામ આવે ત્યાં સુધી તે બોલિંગ કરી શકશે, જેના કારણે શ્રીલંકા સામેની બાકીની બે ટેસ્ટ મેચમાં બોલિંગ કરી શકશે.