યુએઈમાં આઈપીએલ નક્કીઃ સ્પોન્સરશીપ માટે ટાટા - અદાણી - પતંજલિ સ્પર્ધામાં

Saturday 15th August 2020 02:53 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની હાઈપ્રોફાઈલ આઇપીએલનું આયોજન યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)માં કરવા માટે મંજૂરી આપી દીધી છે. હવે ૧૯મી સપ્ટેમ્બરથી ૧૦મી નવેમ્બર દરમિયાન શારજાહ, અબુ ધાબી અને દુબઈમાં આઇપીએલનો ક્રિકેટજંગ જામશે. બીસીસીઆઇની સલાહ અનુસાર, હવે તમામ ટીમો ૨૦મી ઓગસ્ટ બાદ જ યુએઈ જવા માટે રવાના થશે.

સ્પોન્સરશીપ માટે ટાટા, અદાણી, પતંજલિ સ્પર્ધામાં

ચીનના ઉત્પાદનો અને કંપનીઓ સામેનો જનાક્રોશ જોતાં ચીનની મોબાઇલ કંપની ‘વીવો’ આઇપીએલના ટાઈટલ સ્પોન્સર તરીકે ખસી ગઈ છે. હવે તેના સ્થાને નવા સ્પોન્સરની શોધ શરૂ કરી દેવામાં આવી છે અને આ અંગેનો નિર્ણય તારીખ ૧૮ ઓગસ્ટના રોજ લેવાશે તેવી જાહેરાત પણ આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે કરી છે. આ ટાઇટલના સ્પોન્સરશીપ રાઇટ્સ મેળવવા માટે ટાટા ગ્રૂપ અને અદાણી ગ્રૂપ ઉપરાંત બાબા રામદેવની પતંજલિ કંપની પણ સ્પર્ધામાં હોવાના અહેવાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter