લંડનઃ રિયો ઓલિમ્પિક્સનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે પરંતુ એના પહેલા જ બ્રિટિશ સ્ટાર એથ્લીટ કેટરિના જ્હોન્સન-થોમ્પસન ગોલ્ડન ગર્લ બની ગઇ છે. જોકે આ રંગ કોઈ મેડલનો નથી, પરંતુ પેઇન્ટ કંપનીનો છે. વાસ્તવમાં એક કલર કંપનીએ તેને ૨૦૧૬ માટે પોતાના ‘ફેસ’ એટલે કે મોડલ તરીકે પસંદ કરી છે.
કેટરિનાએ ટ્વિટર પર પોતાની આ તસવીર પોસ્ટ કરીને તેનો ખુલાસો કર્યો હતો. તેણે કંપની માટે ગોલ્ડન પોશાકમાં ઘણા ફોટો શૂટ કરાવ્યા છે. આ સાથે જ તેની રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવાની આશા પણ વધી ગઈ છે. લિવરપુલની વતની હેપ્ટા-એથ્લીટનું ‘ચેરિશ્ડ ગોલ્ડ’ પોસ્ટર સંયોગથી પાંચ ઓગસ્ટથી શરૂ થનારા ઓલિમ્પિક પહેલા જારી થશે.
ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ખરાબ પ્રદર્શનના મનોવૈજ્ઞાનિક દબાણથી તે હવે લગભગ બહાર આવી ચૂકી છે. ૨૩ વર્ષની કેટરિનાએ બૈજિંગમાં ગોલ્ડ મેડલ જીતીને જેસિકા એનિસ-હિલને પડકાર આપ્યો હતો. જોકે સતત ફાઉલ થવાના કારણે તેની દાવેદારી પૂરી થઈ ગઈ હતી.
કેટરિના ગોલકીપર તરીકે ફૂટબોલ રમી ચૂકી છે. પરંતુ તેનો પહેલો પ્રેમ એથ્લેટિક્સ જ રહ્યો છે. તેની માતા એને ફની ગેમ કહીને નકારતી હતી, પરંતુ માતા જ તેની મોટી ફેન છે