નવી દિલ્હીઃ આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી દ્વારા સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા અને ડ્વેઇન બ્રાવો પર મુંબઈના એક બિલ્ડર પાસેથી લાંચ લેવાનો આરોપ થયો હતો. જોકે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આ ત્રણેયને ક્લીનચિટ અપાઇ છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવા માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બીસીસીઆઈના સચિવ અનુરાગ ઠાકુરને લલિત મોદીના આક્ષેપ અંગે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે, લલિત મોદીએ આઈસીસીને પત્ર લખ્યો હતો આથી આઈસીસીએ બીસીસીઆઈને આ મામલે માહિતગાર કર્યા હતા. ત્રણેય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. આ ત્રણેય ખેલાડીઓ અંગે આઈસીસી દ્વારા વધુ તપાસની કોઈ માહિતી નથી. આમ એક રીતે આ ખેલાડીઓને ક્લિનચિટ અપાઈ છે.