નવી દિલ્હીઃ શ્રીલંકા સામેની વન-ડે સિરિઝમાં કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ સંભાળશે. આ સાથે જ રોહિત ભારતીય વન-ડે ટીમનો ૨૪મો કેપ્ટન બનશે. આ સાથે જ તે મુંબઈનો સાતમો ક્રિકેટર હશે જે મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળશે. વિરાટ છેલ્લા ઘણા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો હતો. આથી સંભાવના હતી કે તેને આરામ આપવામાં આવશે.
દક્ષિણ આફ્રિકાનો આગામી મુશ્કેલ પ્રવાસ જોતા પસંદગીકારોએ વિરાટને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ભારત-શ્રીલંકા વચ્ચે ૧૦ ડિસેમ્બરથી વન-ડે શ્રેણી શરૂ થઈ રહી છે.
વન-ડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, એમ. એસ. ધોની, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ