લંડનઃ ક્રિકેટ હવે માત્ર જેન્ટલમેન્સ ગેમ રહી નથી, જેન્ટલવિમેન્સની પણ ગેમ છે. IIW સોફ્ટ બોલ ક્રિકેટ એન્યુઅલ ટુર્નામેન્ટનો આરંભ 2018થી થયો ત્યારથી ઘણી મહિલાઓ માટે તે આદત બની ગયેલ છે. સૌપ્રથમ વખત બિનવ્યાવસાયિક ખેલાડીઓ અને ભંડોળ વિના જ12 મહિલા ટીમોએ લંડનમાં સ્પોન્સર્સ અને હિસ્ટોરિક ઈન્ડિયન જીમખાના સપોર્ટથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ઐતિહાસિક ટુર્નામેન્ટ હિસ્ટોરિક ઈન્ડિયન જીમખાનાના માનદ ટ્રસ્ટી સુતાંતર સોની, ગ્લોબલ બેન્કિંગ સ્કૂલ -GBS, RCCRICKET.CO.UK, અરુણ મધાન સેરમાકાસી, રમેશ ચેલૈયાહ અને કૃષ્ણ ગોપાલ ગર્ગના સહયોગથી શક્ય બની હતી. આ ચેમ્પિયનશિપમાં હંસલો હાઈ ફ્લાયર્સ ટીમ વિજેતા બની હતી.
આ ટુર્નામેન્ટમાં હંસલોના મેયર કાઉન્સિલર કારેન સ્મિથ ચીફ ગેસ્ટ હતા જ્યારે,ઈન્ડિયન જીમખાનાના માનદ ટ્રસ્ટી સુતાંતર સોની, યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનથી કોઓર્ડિનેશન એટેચી સર અજય ઠાકુર, કાઉન્સિલર શાન્તનું રાજાવત, કાઉન્સિલર એલન, કાઉન્સિલર પ્રભાકર કાઝા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત હતા. મેચીસના કોમેન્ટેટર્સ તરીકે પૂર્વ ક્રિકેટર કમલ પ્રભાકર, બલજિન્દરસિંહ રાઠોર, લાયકા રેડિયોના રવિ શર્મા તેમજ કપિલે સેવા આપી હતી. અમ્પાયર્સ, સ્કોરર્સ અને વોલન્ટીઅર્સ તરીકે વસંથા કુમાર એન, દીપક ઓભરાય, પ્રત્યુષ રમેશ, ગૌતમ સુરેશકુમાર, રાજેશ, સેન્થિલ, મનોજ, સુજિન સુંદર જે કે, યુફેલ યાસીન મોહમ્મદ, આશા ચેલૈયાહ, અનિતા આનંદ નૈયર, ક્રિસ્ટિના સિજુ જ્યોર્જ, અમિત, અન્ય, અરૂણ એમ, મયંક અને આશિષે કામગીરી બજાવી હતી.
12 મહિલા ટીમોમાં હંસલો હાઈ ફ્લાયર્સ, બીસીસી-ઓવર્ટન-પેન્થર્સ, વિટાસ્ટા, કેન્ટ ઈગલ્સ, લેજન્ડરી લંડન, રેઈનિંગ ચેમ્પિયન્સ, સુપર સ્મેશર્સ, ક્રિકેટ એમ્પ્રેસ, ક્રિકેટ મેવરિક્સ, બ્લીડ બ્લૂ, ડાર્ટફર્ડ ઈગલ્સ અને બીસીસી- સટન સ્ટ્રાઈકર્સનો સમાવેશ થયો હતો.,
GBS ટ્રોફી માટે IIW ઓલ લેડીઝ ક્રિકેટ ચેમ્પિયનશિપનું પરિણામ આ મુજબ રહ્યું હતું:
ચેમ્પિયન્સ – હંસલો હાઈ ફ્લાયર્સ
ફાઈનાલિસ્ટ્સ – લેજન્ડરી લંડન
ફર્સ્ટ રનર્સ અપ – બ્લીડ બ્લુ
સેકન્ડ રનર્સ અપ – ક્રિકેટ એમ્પ્રેસ
થર્ડ રનર્સ અપ – વિટાસ્ટા એન્ડ ડાર્ટફર્ડ ઈગલ્સ
બાકીની ટીમોને ભાગ લેવા બદલના મેડલ્સ અને સર્ટિફિકેટ્સ એનાયત કરાયા હતા.
તમામ મેચ સોફ્ટ બોલથી અને છથ-છ ઓવરની રમાઈ હતી, માત્ર ફાઈનલ મેચમાં આઠ-આઠ ઓવરની રમત હતી. લેજન્ડરી લંડન અને હંસલો હાઈ ફ્લાયર્સ વચ્ચે રસાકસીપૂર્ણ ફાઈનલ રમાઈ હતી. વિટાસ્ટા અને ડાર્ટફર્ડ ઈગલ્સ વચ્ચે મેચ ટાઈ થવાથી સુપર ઓવર રમાઈ હતી જેમાં ડાર્ટફર્ડ ઈગલ્સ ટીમનો વિજય થયો હતો.
સંપૂર્ણ મહિલા ટીમોની ટુર્નામેન્ટને ભારે સફળતા હાંસલ થઈ હતી. ઘણી મહિલાઓએ પ્રથમ વખતમાં હાથમાં બોલ કે બેટ પકડ્યાં હતાં છતાં તેઓ પ્રેક્ટિસમાં સતત હાજર રહ્યાં હતાં. મહિલાઓએ રોજિંદા કામકાજમાંથી સમય ચોરી લીધો હતો તેમજ અન્ય મહિલાઓ સાથે મિત્રાચારી પણ બાંધી હતી. કોઈ પણે વયે કશું નવું કરી શકાય તેનું ગૌરવ અને સિદ્ધિ અનુભવવા સાથે મેડલ્સ અને સર્ટિફેકેટ્સ સાથે યુવાનીનો અનુભવ પણ થયો હતો.