લંબ-વેસેલ્સે ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Friday 10th June 2016 08:01 EDT
 
 

નોટિંગહામઃ ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલા રોયલ લંડન વન-ડે કપમાં સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડનો ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. આ મેચમાં નોટિંગહામશાયરના ઓપનર માઈકલ લંબ અને રિકી વેસેલ્સે પ્રથમ વિકેટ માટે ૩૯.૨ ઓવરમાં ૩૪૨ કર્યા હતા. આ રીતે બંનેએ ઇંગ્લેન્ડમાં પ્રથમ વિકેટ માટે સૌથી વધુ રનના દ્રવિડ અને ગાંગુલીના ૧૯૯૯ વર્લ્ડ કપમાં પ્રથમ વિકેટ માટે કરેલા ૩૧૮ રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો. નોટિંગહામશાયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં માઇકલ લંબના ૧૫૦ બોલમાં ૧૮૪ રન અને વેસેલ્સના ૯૭ બોલમાં ૧૪૬ રનની મદદથી ૫૦ ઓવરમાં અંતે ૪૪૫ રનનો જંગી સ્કોર કર્યો હતો. જવાબમાં નોર્થમ્પ્ટશાયરની ટીમે પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. જોકે તે ૪૨૫ રન જ કરી શકતાં ૨૦ રને હારનો સામનો કરવો પડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter