મોન્ઝા (ઇટાલી)ઃ સ્ટાર રેસર લુઇસ હેમિલ્ટને શાનદાર પ્રદર્શન તથા ફોર્મને જાળવી રાખીને ઇટાલિયન ફોર્મ્યુલા વન ગ્રાં-પ્રિ જીતી લીધી છે. મર્સિડીસ ટીમના બ્રિટિશ ડ્રાઈવરે ચાલુ વર્ષે સાતમી તથા કારકિર્દીની ૪૦મી રેસ જીતી છે. હેમિલ્ટને ૫૩ લેપની આ રેસ એક કલાક ૧૮ મિનિટ તથા ૦૬ સેકન્ડમાં પુરી કરી હતી. હેમિલ્ટન બ્રિટનનો પ્રથમ રેસર છે, જેણે મોન્ઝામાં સાત ટાઇટલ જીત્યા છે. ૩૦.૬૭૨ કિલોમીટરની આ રેસમાં ફેરારી ટીમનો સબાસ્ટિયન વેટ્ટલ બીજા ક્રમે રહ્યો હતો. તે હેમિલ્ટન કરતાં માત્ર ૨૫ સેકન્ડ પાછળ રહ્યો હતો. વિલિયમ્સના ફિલિપ માસાએ ત્રીજું, વાલ્ટેરી બોટાશે ચોથું તથા ફેરારીના કિમી રાઇકોનોને પાંચમું સ્થાન મેળવ્યું હતું.