નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ ટી20 ચેમ્પિયન ટીમ જોડે જે સમય વીતાવ્યો તેમાં વાતાવરણ હળવું રાખતા લગભગ તમામ ક્રિકેટરોને થોડું બોલવા મળે તે હેતુથી રમતજગતના પત્રકાર હોય તેમ વારાફરતી પ્રશ્ન પુછયા હતા. જે ક્રિકેટરોને પ્રશ્નો પુછ્યા તે આ પ્રમાણે છેઃ
• રોહિત શર્માને: ચેમ્પિયન બન્યા પછી તમે મેદાનની થોડી માટી મોંમાં મુકી હતી. તે માટી (ટર્ફ)નો સ્વાદ કેવો લાગ્યો હતો?
• કોહલીઃ (કોહલી ફાઈનલ અગાઉની મેચોમાં નિષ્ફળ ગયો હોઈ તેનો સવાલ) ફાઈનલની નિર્ણાયક મેચમાં બેટિંગમાં ઉતરતી વખતે તમારા મનમાં કેવા વિચારો ચાલતા હતા?
• અક્ષર પટેલ: ભારતની મુશ્કેલ સ્થિતી હતી ત્યારે તમને બેટિંગમાં વહેલા ઉતારાયા હતા ત્યારે તમને કેવું લાગ્યું હતું?
• બુમરાહઃ સામેની ટીમની સ્થિતી આખરી ઓવરોમાં જીતી જાય તેવી હતી ત્યારે તમને બોલિંગ આપવામાં આવી તે તબક્કે તમારા મનમાં શું ચાલી રહ્યું હતું?
• હાર્દિક પંડ્યાઃ તમારું ઓવરઓલ પર્ફોરમન્સ કેવું રહ્યું અને નિર્ણાયક આખરી ઓવરની મનમાં શું યોજના બનાવી હતી?
• સૂર્યકુમાર યાદવઃ તમે મેચને જીતાડતો અદ્ભૂત કેચ ઝડપ્યો તે કેચ ઝડપતી વખતની સાત સેકંડ અંગે કંઈક કહેશો?