વન-ડે ઈતિહાસની સૌપ્રથમ વિકેટ ઝડપનારા એલન થોમ્સનનું નિધન

Friday 11th November 2022 08:04 EST
 
 

સિડનીઃ વન-ડે ઈતિહાસની સૌપ્રથમ વિકેટ ઝડપનારા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એલન થોમ્પસનનું બીજી નવેમ્બરે 76 વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ પાંચમી જાન્યુઆરી, 1971ના રોજ મેલબોર્નમાં રમાયેલી સૌપ્રથમ વન-ડેમાં બોયકોટને 8 રને કેપ્ટન બિલ લૌરીના હાથે કેચઆઉટ કરાવ્યા હતા. તેમણે કારકિર્દીની એ એકમાત્ર વન-ડે વિકેટ મેળવી હતી. તેઓ 1970-71માં ચાર ટેસ્ટ રમ્યા હતા, જેમાં તેમણે 12 વિકેટ મેળવી હતી.
થોમ્સન 1970-71ની સાત ટેસ્ટની એશિઝ શ્રેણીની ચાર ટેસ્ટ રમ્યા હતા. તેઓ પ્રથમ બે ટેસ્ટમાં રમ્યા હતા. જ્યારે મેલબોર્નની ન્યુ યર ટેસ્ટ માટે તેમની પસંદગી કરવામાં આવી ન હતી. પ્રતિકૂળ વાતાવરણને કારણે મેલબોર્ન ટેસ્ટ પ્રભાવિત થઈ હતી. આ કારણે પાંચમી જાન્યુઆરી, 1971ના રોજ મેલબોર્ન ગ્રાઉન્ડ પર 40-40 ઓવરની મેચ રમાઈ હતી. જે ઈતિહાસની સૌપ્રથમ વન-ડે મેચ હતી. તેઓએ 44 ક્લાસ મેચમાં 184 વિકેટ ઝડપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter