વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે દુબઈમાં રમતા વન-ડેમાં 51મી સદી ફટકારી હતી. કોહલીએ યુએઈમાં માત્ર બીજી ઈનિંગ્સ રમી અને સદી ફટકારી છે. જેનો અર્થ એ છે કે, કોહલીએ તમામ 10 દેશમાં સદી ફટકારી છે જ્યાં તેણે બેટિંગ કરી છે. આ 10 દેશમાં ઓસ્ટ્રેલિયા. બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, ઝિમ્બાબ્વે અને યુએઈ સામેલ છે. વિરાટ કોહલી 10 દેશ જુદા-જુદા દેશમાં સદી ફટકારનાર વિશ્વનો ચોથો ખેલાડી બન્યો. જેમાં સનથ જયસૂર્યા અને સચિન તેંડુલકર (12-12) અને ક્રિસ ગેઈલ (10) સામેલ છે.
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે આઈસીસી ઈવેન્ટ્સમાં રમતા પાંચમી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. જે ઓવરઓલ રેકોર્ડ છે. આ યાદીમાં સચિન તેંડુલકર (3) અને બુમરાહ (2) સામેલ છે. ઓસ્ટ્રેલિયાના વોર્નર અને હસ્સી પણ 2-2 એવોર્ડ સાથે સામેલ છે.
વિરાટના 287 ઇનિંગ્સમાં 14 હજાર રન
કોહલીએ વનડેમાં સૌથી ઝડપી ગતિએ (287 ઈનિંગ્સમાં) 14 હજાર રન પૂરા કર્યા. આ માટે સચિન તેંડુલકરે 350 ઇનિંગ્સ રમી હતી અને કુમાર સંગાકારાએ 378 ઇનિંગ્સ રમી હતી. વિરાટે વનડેમાં 157 કેચ પકડયા છે. જયવર્ધને (160) અને રિકી પોન્ટિંગ (218) પછી ત્રીજા ક્રમે રહ્યો. જ્યારે કેપ્ટન રોહિતે ઓપનર તરીકે 9 હજાર રન બનાવીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો.
ICC વન-ડે ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીએ સચિનની બરાબરી કરી
• વિરાટ કોહલી એઆઇસીસી વન- ડે ટૂર્નામેન્ટમાં 23મી વખત 50+નો સ્કોર કર્યો છે. આ સચિન તેંડુલકર (23)નાં રેકોર્ડની બરાબરી પ છે. આ સિવાય યાદીમાં રોહિત શર્મા (18) ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત શ્રીલંકાનો કુમાર સંગાકારા (17) અને ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ (16) પણ સામેલ છે.
• આ ઉપરાંત વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નોન-કીપર ફિલ્ડર તરીકે કુલ ૩૩૩ કેચ પકડી રાહુલ દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી. અઝહરુદ્દીન (261) આ યાદીમાં બીજા ક્રમે છે.