વિશ્વવિક્રમી દોડવીર કેલ્વિન કિપ્ટુમને એથ્લેટિક્સ વિશ્વની અંતિમ વિદાય

Tuesday 27th February 2024 13:01 EST
 
 

નાઈરોબીઃ કેન્યાના 24 વર્ષીય મેરેથોન વિશ્વ વિક્રમધારક દોડવીર કેલ્વિન કિપ્ટુમને સગાંસંબંધી, મિત્રો અને સાથી એથ્લીટ્સ દ્વારા શુક્રવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી. કેલ્વિન કિપ્ટુમ અને તેમના કોચ ગેરવેઈઝ હાકીઝિમાનાનું પશ્ચિમ કેન્યાના કાપ્ટાગાટ શહેર નજીક ગત રવિવારે કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એલ્ડોરેટથી 20 કિલોમીટરના અંતરે આવેલા નાઈબેરીના ફાર્મ ખાતે કિપ્ટુમને દફન કરાયા હતા. ચેપ્કોરિરો શો ગ્રાઉન્ડ ખાતે ફ્યુનરલ સર્વિસમાં કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો અને ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ સેબાસ્ટીઅન કો સહિત મોટી સંખ્યામાં શોકાતુરો ઉપસ્થિત રહ્યા હતા.

કેલ્વિન કિપ્ટુમ મેરેથોન દોડ સ્પર્ધામાં ઝડપથી ઉભરી રહેલો સિતારો હતા જેણે માત્ર ત્રીજી ઈન્ટરનેશનલ મેરેથોનમાં વિશ્વવિક્રમ રચ્યો હતો. ગત વર્ષે શિકાગો મેરેથોનમાં રચેલા રેકોર્ડને હજુ ગત સપ્તાહે જ ઈન્ટરનેશનલ ટ્રેક ફેડરેશન વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા માન્યતા અપાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter