વોશિંગ્ટન ઓપનઃ એન્ડી મરે અપસેટનો ભોગ બન્યો

Friday 07th August 2015 03:14 EDT
 
 

વોશિંગ્ટનઃ બ્રિટનના ટોપ સિડેડ એન્ડી મરે યુએસ ઓપનની તૈયારી માટે પહેલી હાર્ડ કોર્ટ મેચમાં જ અપસેટનો ભોગ બન્યો હતો. એટીપી અને ડબલ્યૂટીએ વોશિંગ્ટન ઓપનમાં તેને રશિયાના તેમુરાજ ગાબાસ્વેલીએ પરાજય આપ્યો હતો.
૫૩મા ક્રમાંકિત ગાબાસ્વેલીએ ત્રણ કલાક અને ૪૨ મિનિટ ચાલેલી મેચમાં તૃતીય ક્રમાંકિત મરેને ૬-૪, ૪-૬, ૭-૬થી પરાજય આપ્યો હતો. હવે ગાબાસ્વેલીનો ત્રીજા રાઉન્ડમાં લિથુઆનિયાના રિકોર્ડસ બર્નાકિસ સામે મુકાબલો થશે. દક્ષિણ આફ્રિકાના પાંચમા ક્રમાંકિત કેવિન એન્ડરસન પણ જર્મનીના એલેક્ઝેન્ડર વેરવે સામે ૬-૨, ૩-૬, ૪-૬થી હારીને સ્પર્ધાની બહાર ફેંકાયો હતો. આર્જેન્ટિનાના લિયોનાડરે માયરેએ સ્લોવાનિયાના બ્લાઝ રોલાને ૭-૬, ૬-૭, ૬-૪થી હરાવ્યો હતો. મહિલા વર્ગમાં સામન્થા સ્ટોસૂરે અમેરિકાની ઇરિના પાલ્કોનીને ૬-૧, ૭-૫થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter