ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની અને માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેન્ડુલકર પત્ની અને પુત્રી સાથે કાશ્મીરના પ્રવાસે છે. કાશ્મીર ખીણની સુંદરતાનો આનંદ માણી રહેલા સચિન તેન્ડુલકરે શુક્રવારે પરિવાર સાથે પહેલગામની મુલાકાત લીધી હતી અને અહીં તેમણે હિમવર્ષાનો આનંદ માણ્યો હતો. સચિને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાશ્મીર પ્રવાસના અનુભવને વર્ણવતા લખ્યું હતુંઃ હમારા પહેલા સ્નોફોલ ઇન પહેલગામ. ઉલ્લેખનીય છે કે કાશ્મીર પ્રવાસનો સચિન ભરપૂર આનંદ માણી રહ્યો છે. તે લોકો સાથે ગલી ક્રિકેટ રમતો પણ જોવા મળ્યો હતો તો સચિને શિકારાની સહેલની પણ મજા માણી હતી.