મુંબઇ: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી-20 મેચની સીરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. સીરિઝની પ્રથમ મેચ નવમી જૂનથી દિલ્હીમાં રમાશે. આ સીરિઝ તમામ ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ છે. ઈશાન પ્રથમવાર સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમશે. હાર્દિક 5 મેચ રમ્યો છે અને તમામ ઈનિંગ્સમાં વિકેટ ઝડપી છે.
ઇશાન કિશન સાઉથ આફ્રિકા વિરુદ્ધ આક્રમક ઈનિંગ્સ રમી શકે છે. સીરિઝથી ટીમના નિયમિત કેપ્ટન રોહિતને આરામ અપાયો છે. એવામાં રાહુલ સાથે ઈશાન ઓપનીંગ કરે તેવી આસા છે. ઈશાન રમે તો યજમાન ટીમના બોલર્સ વિરુદ્ધ આક્રમક પ્રારંભ કરી
શકે છે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારતીય ટીમમાં આ સીરિઝ થકી કમબેક કરી રહ્યો છે. કેપ્ટન્સીમાં ગુજરાત ટાઈટન્સ IPL ચેમ્પિયન બની હતી. હાર્દિક સાઉથ આફ્રિકા વિરુદ્ધ પાંચ ટી-20 મેચ રમ્યો છે. તેણે તમામમાં વિકેટ ઝડપી છે. 2021માં ટી-20 વર્લ્ડ કપ બાદ હાર્દિક પ્રથમ વાર ટીમમાં જોવા મળશે.
દિનેશ કાર્તિક ત્રણ વર્ષ બાદ ટીમમાં કમબેક કરી રહ્યો છે. પ્લેઈંગ-૧૧માં સ્થાન મળે તો તે ટીમ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ રમી શકે છે. આઇપીએલ 2022માં કાર્તિકે બેંગલુરુ તરફથી રમતા ફિનિશરની ભૂમિકા ભજવી હતી અને ઘણી મહત્ત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી. તે 32 ટી-20માં 399 રન કરી
ચૂક્યો છે.