ક્રિકેટ મેચ તો વિશ્વના અનેક દેશોમાં રમાય છે, પરંતુ અહીં સાઉધમ્પ્ટનમાં રમાતી ક્રિકેટ મેચ અનોખી છે. અહીં નદીની વચ્ચે રેતીના પટમાં ક્રિકેટ રમાય છે. મેડિના નદીના ‘બ્રેમ્બલ બેન્ક’ની રેતીમાં યોજાતી આ મેચમાં બે યોટ ક્લબની ટીમોના ખેલાડીઓ ભાગ લે છે. અલગ રીતે રમાતી આ ક્રિકેટ મેચને જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો આવે છે. તેમાં રોયલ સધર્ન યોટ ક્લબની ટીમ આઈલેન્ડ સેલિંગ ક્લબની ટીમ સામે રમે છે. આ વખતે રોયલ સધર્ન યોટ ક્લબની ટીમે જીત મેળવી છે. આ ક્રિકેટ મેચ માત્ર અડધી કલાક રમાય છે અને કિનારે જ્યારે પાણીનું સ્તર ઓછું હોય ત્યારે જ મેચ રમાય છે. એવું માનવામાં આવે છે કે આ મેચનું આયોજન ૧૯૫૦માં પહેલી વાર થયું હતું. ત્યાર બોટ બનાવનાર કંપનીએ ફ્રેન્ડલી મેચનું આયોજન રાખ્યું હતું. આ મેચ દર વર્ષે રમાય છે. ગત વર્ષે કોરોનાને કારણે આ મેચનું આયોજન થઈ શક્યું ન હતું, આથી તમે કહી શકો કે સાત દસકાથી તો અહીં મેચ રમાઇ જ રહી છે.