લંડનઃ ગ્રીસના યુવા ખેલાડી સ્ટેફાનોસ સિત્સિપાસે લાંબા અને રસાકસીભર્યા મેચના અંતે પ્રતિસ્પર્ધીને હરાવીને ૨૦૧૯નું એટીપી ફાઈનલ્સ ટેનિસ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું છે. આ સાથે જ સિત્સિપાસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. સિત્સિપાસે ફાઈનલ મુકાબલામાં પ્રથમ સેટ ગુમાવ્યો હતો, પરંતુ બાદમાં તેણે પ્રતિસ્પર્ધી ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિએમને ૬-૭ (૬), ૬-૨, ૭-૬ (૪)થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. સિત્સિપાસ અત્યારે ૩૧ વર્ષ અને ત્રણ મહિનાનો છે. તેની આગળ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી લેટન હેવિલે ૨૦૦૧માં ૨૦ વર્ષની વયે આ ટાઇટલ જીત્યું હતું. વર્તમાન ફાઈનલ્સમાં સિત્સિપાસ સ્પેનના સ્ટાર ખેલાડી રફેલ નદાલ સામેનો એકમાત્ર મુકાબલો હાર્યો છે. ફાઇનલ મેચ દરમિયાન સિત્સપાસને સ્નાયું ખેંચાઈ જતાં મેડિકલ ટાઇમ આઉટ પણ લેવો પડ્યો હતો.