કોલંબોઃ ભારતના ઘાતકી ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામેની એશિયા કપની ફાઈનલમાં યાદગાર પ્રદર્શન કર્યું હતું. સિરાજે મેચમાં જીત બાદ તેને ભેટ મળેલી પ્રાઇસ મની 5 હજાર ડોલરની ઈનામી ૨કમ શ્રીલંકાના ગ્રાઉન્ડ સ્ટાફને દાન કરી હતી. સિરાજે જણાવ્યું હતું કે, આ રોકડ પુરસ્કારના હકદાર શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફના તમામ કર્મચારીઓ છે. તેમના વગર આ ટૂર્નામેન્ટ શક્ય ના થઈ શકી હોત.
અગાઉ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે કેન્ડી અને કોલંબોના ગ્રાઉન્ડ સ્ટાફની તનતોડ મહેનતના પગલે તેમને 50 હજાર ડોલરના રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી. શ્રીલંકામાં વરસાદના માહોલ વચ્ચે યોજાયેલા એશિયા કપનું આયોજન પાર પાડવામાં ગ્રાઉન્ડ સ્ટાફે ઉલ્લેખનીય ભૂમિકા ભજવી હતી.