લોસ એન્જલસઃ મહિલા ટેનિસની નંબર-વન ખેલાડી સેરેના વિલિયમ્સે ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીતવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હોવા છતાં તે બીજા નંબરે રહી હતી, પરંતુ સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ‘ફોર્બ્સ’ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સેરેના વિલિયમ્સ રશિયાની મારિયા શારાપોવાને પછાડી ટોચના સ્થાને પહોંચી ગઈ છે.
છેલ્લા ૧૨ મહિનામાં રમત અને સ્પોન્શરશિપ દ્વાર કમાણી કરનાર ટોપ-૧૦ ખેલાડીમાં આઠ ખેલાડી ટેનિસની છે, જ્યારે અન્ય બે ખેલાડીઓમાં મિક્સ મટીરિયલ આર્ટ્સની રોન્ડા રાઉસી અને નેસકારની ડ્રાઇવર ડેનિકા પેટ્રિક સામેલ છે. મારિયા શારપોવા છેલ્લા ૧૧ વર્ષથી કમાણી કરવાના મામલે પ્રથમ નંબરે હતી, પરંતુ ગયા જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન લેવાયેલા ડોપ ટેસ્ટમાં શારોપાવા ફેઇલ થઇ હતી. શારાપોવા પર લાગેલા પ્રતિબંધને કારણે તેને ઘણી સ્પોન્સરશિપ ગુમાવવી પડી છે. આથી સેરેના વિલિયમ્સ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
છેલ્લા ૧૨ મહિનામાં સેરેના વિલિયમ્સે પ્રાઇસ મનિ અને વિવિધ સ્પોન્શરસિપ દ્વારા ૨૮.૯ મિલિયન ડોલરની કમાણી કરીને પ્રથમ સ્થાન મેળવી લીધું છે. મારિયા શારાપોવા ૨૧.૯ મિલિયન ડોલર સાથે બીજા નંબરે ખસી ગઈ છે. અમેરિકાની મિક્સ મટીરિયલ આર્ટ્સ ખેલાડી રોન્ડા રાઉસી ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને નેસકારની ડ્રાઇવર ડેનિકા પેટ્રિક છે જેની કમાણી ૧૩.૯ મિલિયન ડોલર છે.