સ્પ્રિન્ટર દુતી ચંદઃ હું સમલૈંગિક સંબંધોમાં છું...

Wednesday 22nd May 2019 06:30 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતની ટોચની સ્પ્રિંટર દુતી ચંદે ખુલાસો કર્યો છે કે, તે સમલૈંગિક સંબંધોમાં છે. તે ભારતની પહેલી એથ્લીટ છે જેણે આ રીતે જાહેરમાં આ વાતનો સ્વીકાર કર્યો છે. દુતીએ ‘ધ સન્ડે એક્સપ્રેસ’ને આપેલી ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. દુતીએ જણાવ્યું છે કે, તે પોતાના વતન ચાકા ગોપાલપુર (ઓડિશા)માં એક યુવતી સાથે રિલેશનશીપમાં છે. જોકે દુતીએ આનાથી વધુ તેના પાર્ટનર વિશે જણાવવાની ના પાડી છે. તે નથી ઈચ્છતી કે તેની પાર્ટનર કોઈ પણ કારણ વગર લોકોની નજરમાં આવે.
તેણે કહ્યું છે કે, કોઈએ મને જજ કરવાની જરૂર નથી. આ મારી અંગત પસંદ છે. તેનું સન્માન કરવું જોઈએ. હું દેશ માટે મેડલ જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન ચાલુ રાખીશ.

મેં સમલૈંગિકો માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે 

દુતીએ કહ્યું કે, મને કોઈ એવું મળ્યું છે જે મારું જીવનસાથી છે. હું માનું છું કે દરેક વ્યક્તિને તેની
આઝાદી હોવી જોઈએ. તે જે ઈચ્છે તેની સાથે જીવન પસાર કરી શકે છે. મેં હંમેશા તેમના હકમાં અવાજ ઉઠાવ્યો છે જે સમલૈંગિક સંબંધોમાં રહેવા માંગે છે. તે કોઈની અંગત પસંદ છે. મારું ધ્યાન હાલ વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ઓલિમ્પિક ગેમ્સ પર છે. પરંતુ હું
ભવિષ્યમાં તેની સાથે લગ્ન કરવા માંગુ છું.

આવતા પાંચ-સાત વર્ષ હજી દોડી શકુ છું

દુતીએ કહ્યું, હું કોઈ એવી વ્યક્તિ સાથે રહેવા માંગુ છું જે મને સતત એક સારી ખેલાડી બનવા માટે પ્રેરણા આપે છે. હું છેલ્લા ૧૦ વર્ષથી સ્પ્રિંટર છું અને લગભગ આગામી ૫-૭ વર્ષ સુધી દોડી શકુ છું. હું સ્પર્ધામાં ભાગ લેવા માટે આખી દુનિયામાં ફરુ છું. આ સરળ નથી. મને કોઈના સહારાની જરૂર છે. દુતી એશિયન
ગેમ્સ ૨૦૧૮માં બે સ્લિવર મેડલ જીતી હતી. તે ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર ફાઈનલમાં બીજા સ્થાને આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter