દુબઈ: વિશ્વની સૌથી સફળ ક્રિકેટ લીગ આઇપીએલમાંથી પ્રેરણા લઇને હવે દુબઈમાં પણ ટી૨૦ લીગ શરૂ કરવાના ચક્રો ગતિમાન થયા છે. ટૂંક સમયમાં અમિરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી) આ લીગની જાહેરાત કરી શકે છે. શાહરુખ ખાન પણ આ લીગનો ભાગ બનવા જઈ રહ્યો છે.
શાહરુખ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં ટીમ ખરીદી ચૂક્યો છે. આમ આ તેની ત્રીજી ક્રિકેટ ટીમ હશે. યુએઇમાં શાહરુખના ચાહકોની સંખ્યા મોટી છે. આ કારણે તે આ લીગમાં પણ રોકાણ કરવા જઈ રહ્યો છે.
યુએઇ ટી૨૦ લીગમાં કુલ ૬ ટીમો ભાગ લેશે. મુંબઈ ઈન્ડિયન્સના માલિક મુકેશ અંબાણી, દિલ્હી કેપિટલ્સના ચેરમેન કિરણ કુમાર ગાંધી, માન્ચેસ્ટર યુનાઈટેડ અને કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડના સ્થાપક રાજેશ શર્મા લીગ માટે ટીમો ખરીદવા માટે તૈયાર છે. અદાણી ગ્રૂપ સાથે ઇસીબીની ડીલ પણ લગભગ કન્ફર્મ થઈ ગઈ છે. આ લીગને આઇસીસી તરફથી પણ માન્યતા મળી છે અને ટૂર્નામેન્ટનું નામ UAE T20 લીગ રાખવામાં આવ્યું છે.
અમીરાત ક્રિકેટ બોર્ડ અને અદાણી ગ્રૂપના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે અને આગામી સપ્તાહ સુધીમાં ટીમની જાહેરાત થઈ શકે છે. ઇસીબીએ ગૌતમ અદાણી સાથે સીધી વાત કરી છે.
છઠ્ઠી ટીમ માટે રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત ઘણી ટીમો આઈપીએલ સાથે વાતચીત કરી રહી હતી. બિગ બેશ લીગમાં ઇંગ્લેન્ડની લેન્કેશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ તેમજ સિડની સિક્સર્સ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી પરંતુ હવે અદાણી જૂથ ટીમ ખરીદવા માટે તૈયાર છે. અમિરાત ક્રિકેટ બોર્ડ અને અદાણી જૂથા નજીકના સૂત્રોના અનુસાર બંને વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે અને આ સપ્તાહે ટીમનું એલાન થઈ શકે છે. છઠ્ઠી ટીમ માટે આઇપીએલના રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝ હૈદરાબાદ અને ચન્નઈ સુપરકિંગ્સ સહિતની ટીમો સાથે વાત ચાલી રહી છે.
લીગ જૂન-જુલાઈમાં શરૂ થઈ શકે
ઇસીબી જૂન-જુલાઈમાં લીગ શરૂ કરવા માંગે છે. યુએઇમાં સ્થાનિક ખેલાડીઓની અછત છે. તેથી ટૂર્નામેન્ટ મોટાભાગે વિદેશી ખેલાડીઓ પર નિર્ભર રહેશે. લીગની તમામ મેચો રાત્રે રમાશે. અમીરાત બોર્ડે ૧૦ વર્ષ માટે ટૂર્નામેન્ટના મીડિયા અધિકારો ૧૨૦ મિલિયન યુએસ ડોલરમાં વેચી દીધા છે.