હવે હેડિને ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

Saturday 12th September 2015 07:58 EDT
 
 

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર-બેટ્સમેન બ્રેડ હેડિને ઇન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હેડિનને એશિઝમાં કંગાળ પર્ફોમન્સ બાદ પડતો મૂકાયો હતો.
૩૭ વર્ષીય ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મારા પરિવારને મારી જરૂર હોવાથી હું નિવૃત્તિ લઈ રહ્યો છું. હેડિનના પરિવારમાં પત્ની કેરિના કેસ્ટલ અને ત્રણ સંતાનો - પુત્રી મિયા અને બે પુત્રો જેક અને હ્યુગોનો સમાવેશ થાય છે. ચાર વર્ષની મિયાને જવલ્લે જ જોવા મળતા કેન્સરથી પીડાય છે, આથી હેડિન હવે તેનો સમય પુત્રીને આપવા માંગે છે.
હેડિને ૬૬ ટેસ્ટમાં ૧૧૨ ઈનિંગમાં ૩૨.૯૮ની સરેરાશથી ૪ સદી અને ૧૮ અડધી સદી સાથે ૩૨૬૬ રન ફટકાર્યા હતા. તેણે ૨૬૨ કેચ અને ૮ સ્ટમ્પિંગ કર્યા છે. જ્યારે વન-ડેમાં તેણે ૧૨૬ મેચની ૧૧૫ ઈનિંગમાં ૨ સદી અને ૧૬ અડધી સદી સાથે ૩૧૨૨ રન ફટકાર્યા છે. તેણે ૧૭૦ કેચ અને ૧૧ સ્ટમ્પિંગ પણ કર્યાં હતાં, જ્યારે ૩૨ ટવેન્ટી૨૦ મેચની ૨૯ ઈનિંગમાં તેના ૧૭.૪૭ની સરેરાશમાંથી ૪૦૭ રન કર્યા છે અને તેમાં તેણે ૧૭ કેચ ઝડપ્યા હતા અને ૬ સ્ટમ્પિંગ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter