લીડ્સઃ એન્ડરસને તરખાટ મચાવતાં બંને ઇનિંગમાં કુલ ૧૦ વિકેટ ઝડપતાં યજમાન શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે એક ઇનિંગ અને ૮૮ રને વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં બેઇરસ્ટોના ૧૪૦ રન અને હેલ્સના ૮૬ રનની મદદથી ૨૯૮ રન કર્યા હતા. જેના જવાબમાં યજમાન શ્રીલંકાની ટીમનો પ્રથમ દાવ માત્ર ૯૧ રનમાં સમેટાઇ ગયો હતો. જેમાં મેથ્યુસના ૩૪ રન મુખ્ય હતા.
શ્રીલંકન ટીમ ફોલોઓન થયા બાદ બીજા દાવમાં ઉતરી ત્યારે ૩૫ રને બે વિકેટ ગુમાવી દીધી હતી. આ કટોકટીભર્યા મેન્ડિસે ઈંગ્લેન્ડના બોલિંગ આક્રમણનો સામનો કરીને ટીમનો રકાસ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ૭૯ રનના કુલ સ્કોરે ચંદીમલ આઉટ થયા બાદ ફિન અને એન્ડરસને શ્રીલંકન બેટ્સમેનોને ભીંસમાં લીધા હતા. આમ સમગ્ર ટીમ ૧૧૯ રનમાં ઓલઆઉટ થઈ જતાં પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો શાનદાર વિજય થયો હતો.