જો મયપ્પન સટોડિયો હોવાનું સુપ્રીમ કોર્ટ માને છે અને તે ચેન્નઈ સુપર કિંગ્સના ઓફિશિયલ હોવાનું તથા તે મેદાન પર પણ હાજર રહેતો હોવાનું પુરવાર થયું છે તો ચેન્નઈ સુપર કિંગ્સના સિનિયર ખેલાડીઓ અને ટીમ મેનેજર તેની જોડે રણનીતિની ચર્ચા કરતા જ હોય તેમાં શંકા નથી. આ ઉપરાંત મુદગલના રિપોર્ટમાં ક્રિકેટર નંબર બે અને અગિયારની ઘનિષ્ઠ પૂછપરછનો પણ અહેવાલ આવી ચૂક્યો છે. જોકે પુરાવા ના મળે ત્યાં સુધી આ હાઇપ્રોફાઇલ ખેલાડીઓની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય તે માટે મુદ્ગલ કમિટીએ ખેલાડીઓના નામ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટના જજોને સોંપ્યા હતા.
સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં એક પણ ક્રિકેટરનું નામ કે તેઓની ભૂમિકા, નિર્દોષતાના સંદર્ભમાં પણ જાહેર નહીં કરતાં કુતૂહલ સર્જાય તે સ્વાભાવિક છે.