રાજકોટ: રાજકોટના જયેશભાઈ અને હિનાબહેન ઠક્કરનું એકમાત્ર સંતાન જીગર જન્મ સાથે સેરેબ્રલ પાલ્સી નામની શારીરિક-માનસિક દિવ્યાંગતાની ઉણપ લઈને આવ્યો હતો. પરંતુ તેણે લોખંડી મનોબળ અને દ્રઢ ઈચ્છાશક્તિ વડે પોતાની જાતને એટલી કસી કે પેરા સ્વિમર તરીકે દેશનું નામ રોશન કર્યું છે. તે ભારતભરમાં અવ્વલ પેરા સ્વિમર છે. જીગરે એટલી સિદ્ધિ મેળવી કે ૩૮મા મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નામ સાથે ન માત્ર ઉલ્લેખ કર્યો, તેના જઝ્બાને સલામ પણ કરી. ‘પિછલે દીનો ઉદયપુરમેં ૧૭મી નેશનલ પેરા સ્વિમિંગ પ્રતિયોગિતા આયોજિત હુઈ. દેશભર કે વિભિન્ન હિસ્સો સે આયે હુએ હમારે દિવ્યાંગ ભાઈ બહેનોને ઈસમેં ભાગ લીયા થા. ઔર અપને કૌશલ્ય કા પરિચય દિયા થા.
ઉન્હીમેં સે એક હૈ ગુજરાત કે ૧૯ સાલ કે જીગર ઠક્કર. ઉનકી શરીર કી ૮૦ પ્રતિશત હિસ્સે મેં માંસપેશી નહીં હૈ, લેકીન ઉનકા સાહસ, સંકલ્પ ઔર મહેનત કો દેખીયે. નેશનલ પેરા સ્વિમિંગ પ્રતિયોગિતા મેં ૧૯ સાલ કે જીગર ઠક્કર, જીન કે શરીરમેં ૮૦ પ્રતિશત માંસપેશી ન હોત, ઔર ૧૧ મેડલ જીત જાયેં! ૧૭મી નેશનલ પેરા સ્વિમિંગ પ્રતિયોગિતા મેં ભી ઉન્હોને ગોલ્ડ જીતા. ઈન્હે ગુજરાત કે ગાંધીનગર મેં સેન્ટર ફોર એક્સીલન્સમેં ટ્રેનિંગ દી જાયેગી!