નવી દિલ્હીઃ રમતગમતના મેદાનમાં ભારતનો દેખાવ ભલે નિરાશાજનક રહ્યો હોય, પરંતુ ડોપિંગનો સંબંધ છે ત્યાં સુધી ભારત ટોપ-થ્રીમાં સામેલ છે. વર્લ્ડ એન્ટિ-ડોપિંગ એજન્સી (‘વાડા’) દ્વારા ૨૮ એપ્રિલે જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ ભારત વર્ષ ૨૦૧૪માં ડોપિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાના મામલે ૯૬ કેસ સાથે ત્રીજા સ્થાને છે.
આ લિસ્ટમાં રશિયા ૧૪૮ ડોપિંગ કેસ સાથે પ્રથમ સ્થાને અને ઇટાલી ૧૨૩ કેસ સાથે બીજા સ્થાને છે. ટોપ-૧૦માં ભારત બાદ બેલ્જિયમ (૯૧), ફ્રાન્સ (૯૧) તુર્કી (૭૩), ઓસ્ટ્રેલિયા (૪૯), ચીન (૪૯), બ્રાઝિલ (૪૬) અને સાઉથ કોરિયા (૪૩) સામેલ છે.