આધાર કાર્ડનો વિવાદાસ્પદ મુદ્દો ભારત અને વિદેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એક હકીકત સાફ છે કે બ્રિટન કે વિદેશમાં રહેતા વિદેશી નાગરીકે આધાર કાર્ડ લેવાની કોઇ જ જરૂર નથી. હા વિદેશી નાગરીક મિલ્કતની લે વેચ, વેપાર, બેન્કમાં મોટી રકમની લેવડ દેવડ કે ઇન્કમ ટેક્ષ રીટર્ન અને અન્ય વહીવટી બાબતો માટે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) લઇ શકે છે જે ઉપયોગી સાબીત થાય છે.
આધાર કાર્ડનો વિવાદાસ્પદ મુદ્દો ભારત અને વિદેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એક હકીકત સાફ છે કે બ્રિટન કે વિદેશમાં રહેતા વિદેશી નાગરીકે આધાર કાર્ડ લેવાની કોઇ જ જરૂર નથી. હા વિદેશી નાગરીક મિલ્કતની લે વેચ, વેપાર, બેન્કમાં મોટી રકમની લેવડ દેવડ કે ઇન્કમ ટેક્ષ રીટર્ન અને અન્ય વહીવટી બાબતો માટે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) લઇ શકે છે જે ઉપયોગી સાબીત થાય છે. પેન નંબર અોનલાઇન બ્રિટનમાં બેઠા પણ લઇ શકાય છે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના નિયમ મુજબ છેલ્લા ૧૨ મહિનામાં જે ભારતીય નિવાસી ૧૮૨ કરતા વધુ દિવસ ભારતમાં રહ્યા હોય તો જ તેઅો આધાર કાર્ડ મેળવવા માટે અરજી કરી શકે છે. આ કાયદા મુજબ વિદેશમાં વસતા ભારતીય નાગરીકો એટલે કે NRI તેમજ OCI / PIO ધરાવતા મૂળ ભારતીય એવા વિદેશી નાગરીકો જો ભારતમાં છ મહિના કરતા વધુ સમય સુધી ન રોકાયા હોય તો તેઓ આધાર કાર્ડ માટે અરજી કરી શકે નહીં.
આમ અહી ખાસ નોંધવું કે વિદેશી નાગરીકત્વ ધરાવતા મૂળ ભારતીયો કે NRIએ તેમના ભારતમાંના બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટ, વીમા પોલીસી, ડિમેટ ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂરિયાત રહેતી નથી. મિલ્કતની ખરીદી કે વેચાણના કિસ્સામાં તેઅો પાસપોર્ટની કોપી, વિદેશના વિઝા, વિદેશમાં સરનામાનું સ્થળ વગેરેનો ઉપયોગ પૂરાવા તરીકે કરી શકે છે. આમ NRI અને મૂળ ભારતીય પરંતુ વિદેશી નાગરીકને આધાર કાર્ડ કઢાવવામાં મુક્તિ અપાઈ છે. હવે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, ૧૯૯૯ (FEMA)ની જોગવાઈઓ મુજબ નોન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) નોન રેસિડેન્ટ ઓર્ડિનરી (NRO) અને નોન રેસિડેન્ટ એક્સટર્નલ (NRE) ખાતું / ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ એકાઉન્ટ (FCNR) રાખવું પડે છે જેમાં આધાર કાર્ડની કોઈ જરૂર હોતી નથી.
માઈગ્રેશન કરીને ગયેલી વ્યક્તિઓએ તેમના બેંક ખાતા NRO ખાતામાં તબદીલ કરાવવા જરૂરી હોય છે. આ પ્રકારના બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ, ડિમેટ ખાતા, વીમા પોલીસી વગેરે રેસિડેન્ટ ઈન્વેસ્ટમેન્ટ તરીકે જ ચાલુ રહે તો જે તે સંસ્થા તે વ્યક્તિ પાસે આધાર કાર્ડ માટે આગ્રહ રાખશે કારણ કે રેકોર્ડ મુજબ તે ખાતા ભારતમાં રહેતી વ્યક્તિની માલિકીના હોય છે. આવા કિસ્સામાં NRIએ રેસિડેન્ટ બેંક ખાતામાં રહેલું બેલેન્સ NRO ખાતામાં ટ્રાન્સફર કરવું જોઈએ અને મ્યુચ્યુઅલ ફંડ, ડિમેટ ખાતા અને વીમા પોલીસીમાં પોતાનું સ્ટેટસ રેસિડેન્ટથી બદલાવીને નોન રેસિડેન્ટ નોન રિપેટ્રિએબલ (NRNR) ખાતા કરાવવા જોઈએ.
વધુ માહિતી માટે જુઅો વેબસાઇટ https://uidai.gov.in/your-adhar/help/faqs.html