ડૂબતા પણ પ્રભાવી સુરજનું યે સન્માન?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 19th August 2015 06:46 EDT
 
 

જૂનું જાય અને નવું આવે એ કુદરતી નિયમ છે. પણ આ બે સામસામા છેડા નથી. એકબીજાથી તદ્દન અલગ એવી છાવણી નથી. એકબીજાની વચ્ચે સંધાન છે અને તેમાંથી પરંપરા બને છે. સમય બદલાતાં કેટલીક નવી વાતો, નવા નિશ્ચયો અને નવો અસબાબ જરૂર જોવા મળે, જે પાછલા કરતાં અલગ જ હોય. તેમાંથી કોઈક વાર નિસાસો સાંભળવા મળે કે અરેરે, અમારા જમાનામાં કેટલું સારું હતું! મોંઘવારીથી માંડીને રીતરિવાજો માટે આવું સાંભળવા મળે અને જવાબ મળેઃ ‘તમારો જમાનો ગયો હવે અમને અમારી રીતે જીવવા દો!’

પણ વાત એટલી સીધીસાદી નથી. દરેક જમાનાનો પોતાનો રંગ હોય અને તેનાં છાંટણા પછીના જમાનામાં યે ઉમેરાય તેવું બને. તેને ડાહ્યા લોકો ‘બોધપાઠ’ કહે છે. જૂની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેવી સજ્જતા ગણાવે છે. અને, એવું યે કડવું વિધાન આપણી વચ્ચે પલાંઠી વાળીને બેઠું છે કે ઇતિહાસનો બોધપાઠ એટલો જ કે કોઈ બોધપાઠ લીધો નહીં!

ગુજરાતનાં સાર્વજનિક જીવનનાં વધુ નહીં તો સો-દોઢસો વર્ષ તપાસો તો દરેક અર્ધશતાબ્દીએ બદલાયેલો મિજાજ જોવા મળે. ૧૮૫૭માં વીર વિપ્લવીઓ હતા, પછી બ્રિટિશ તંત્રથી મુગ્ધ પંડિતો આવ્યા અને ‘ગુલામ’ રજવાડાં ઊભાં થતાં રહ્યાં. તેની વચ્ચે ક્યાંક સાહસિક સ્વાતંત્ર્યવીરો પેદા થયા અને અરવિંદ ઘોષ જેવાનું - વડોદરાથી - નેતૃત્વ મળ્યું. થોડાંક વર્ષો પછી ‘હોમરુલ’ ચળવળે જોર પકડ્યું એટલે વિઠ્ઠલભાઈ પટેલ તેમ જ મોહમ્મદ અલી ઝીણા અને ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી દેખાઈ. ૧૯૨૦ પછી ગાંધીજીની કોંગ્રેસનો પ્રભાવ વધ્યો તો સરદાર વલ્લભભાઈ સહિત સેંકડો નેતાઓનો ઝળહળાટ થયો. સમયાંતરે તેમાં સમાજવાદી વિભાવના પેદા થતાં ડો. સુમંત મહેતા, મીનુ મસાણી, અશોક મહેતા જેવા થોડું અલગ વિચારનારાઓની છાવણી તૈયાર થઈ.

ગુજરાતને - સ્વતંત્રતા પછીની સત્તા દરમિયાન - મોટા ગજાના કોંગ્રેસ નેતાઓ પણ મળ્યા. તેમાં ઢેબરભાઈ, કાનજીભાઈ દેસાઈ, ડો. જીવરામ મહેતા, બળવંતરાય મહેતા, ઠાકોરભાઈ દેસાઈ અને સદા સર્વોચ્ચ મોરારજીભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. સામે પક્ષે વિરોધનો મંચ ઊભો કરનારાઓમાં ચંદ્રસિંહજી ભાડવા દરબાર, ઇન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા, હરીસિંહજી ગોહિલ, જશવંત મહેતા, પુરુષોત્તમદાસ પટેલ, એચ. એમ. પટેલ, કચ્છના મહારાવ, ધ્રોળ ઠાકોર ચંદ્રસિંહજી, રાજકોટના મનોહરસિંહ જાડેજા, બાબુભાઈ વૈદ્ય, ‘જયહિન્દ’ના માલિક બાબુભાઈ શાહ, ‘જનસત્તા’ના માલિક રમણલાલ શેઠ... અને પહેલાં કોંગ્રેસ પછી તેને છોડીને વિપક્ષે જનારા આરઝી હકુમતના સેનાની શામળદાસ ગાંધી પણ ખરા! આમ તો ૧૯૬૦ પછી વધુ બળવતર બનનારાઓમાં રસિકલાલ પરીખ, રતુભાઈ અદાણી વગેરે ય ખરા!

૧૯૫૬ પછી નેતૃત્વનું દૃશ્ય લગભગ બદલાયું... સામ્યવાદી પક્ષ - સમાજવાદી પક્ષ ઠીક-ઠીક ઝઝૂમતા રહેલા. કનુ ઠક્કર, જશુ મહેતા, ઇશ્વરલાલ દેસાઈ, વજુભાઈ શુકલ, સુબોધ મહેતા, નીરુબહેન પટેલ, ડો. અમુલ દેસાઈ જેવા સભા ગજવનારાઓએ તત્કાલીન રાજકીય જીવનમાં આંદોલનનો રંગ ઉમેરી આપ્યો હતો. જનસંઘ મોડેથી પ્રતિભાના મક્કમ પગલાં ભરતો થયો તે પહેલાં પ્રારંભે તેમની પાસે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ કે વિધાનસભા - લોકસભામાં કોઈ નહોતું. બોટાદ અને માણાવદર - એ તેમની મળેલી પહેલવેલી મ્યુનિસિપાલિટીઓ.

મહાગુજરાત આંદોલનને લીધે જનતા પરિષદે નેતાઓ જરૂર આપ્યા, પણ સત્તા મેળવી ના શકી. જયંતિ દલાલ, હરિહર ખંભોળજા, પ્રબોધ રાવળ, સનતા મહેતા, આ તે સમયના ‘નાયક’ હતા અને સૌના સર્વોપરિ ઇન્દુચાચા હતા. એસ. આર. ભટ્ટ જેવા પણ થોડો સમય રાજકીય પ્રભાવમાં રહ્યા પછી શિક્ષણમાં પાછા વળી ગયા. પુરુષોત્તમ ગ. માવળંકરનું જાહેરજીવન ૧૯૭૪માં ઝળક્યું, શિક્ષણથી સીધા સંસદગૃહ તરફ પહોંચ્યા. અમદાવાદની લોકસભા બેઠકની ચૂંટણી અપક્ષ (પણ સંસ્થા કોંગ્રેસ, જનસંઘ, સમાજવાદી પક્ષ વગેરેના સમર્થનથી) તરીકે કોંગ્રેસના હરુ મહેતા (જે પૂર્વ સામ્યવાદી હતા)ને હરાવીને જીત્યા. સમગ્ર દેશમાં કોંગ્રેસનાં વળતાં પાણી અને કોંગ્રેસ-વિરોધી પક્ષોના સત્તારોહણનો પ્રારંભ તે ચૂંટણી ગણાય છે.

અને કોંગ્રેસ-વિભાજન પછી જેમનો હાથ ઉપર રહ્યો તે ઇન્દિરા કોંગ્રેસ તેમ જ સ્વયં ઇન્દિરા ગાંધીની રાજનીતિનું વાવાઝોડું ભારતની જેમ ગુજરાતમાં પણ મોટા ફેરફારોનું નિમિત્ત બન્યું. સ્વતંત્ર પક્ષ લગભગ સત્તાની નજીક પહોંચવામાં હતો, પણ ચૂંટણીમાં જે ભવ્ય જોડાણ (ગ્રાન્ડ એલાયન્સ)ને પરાજય મળ્યો તેથી સ્વતંત્ર પક્ષ વિખેરાતો રહ્યો. જનસંઘ બળવત્તર બન્યો. ૧૯૫૬ની મહાગુજરાત ચળવળ જનતા પરિષદે કરી, પણ એક પક્ષ તરીકે તેને મોટી યારી ન મળી. ‘નવનિર્માણ’ને લીધે ગુજરાત સરકારના મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલે રાજીનામું આપવાનું બન્યું, પણ ૧૯૭૫માં ગુજરાત વિધાનસભા ચૂંટણી સુધીમાં તો નવનિર્માણ સમિતિના વિદ્યાર્થી નેતાઓ એક યા બીજા પક્ષમાં ચાલ્યા ગયા અથવા તો પ્રભાવહીન બની ગયા.

૧૯૭૪-૭૫ એ ૧૯૬૭ કરતાં વધુ અસરકારક ‘બિનકોંગ્રેસવાદ’નો તખતો બનીને આવેલાં વર્ષો! કટોકટી - સેન્સરશિપ અને પછી ચૂંટણીમાં જનતા પક્ષનું કેન્દ્રમાં શાસન. એ પહેલાં ૧૯૭૫માં ગુજરાતમાં સંયુક્ત વિરોધ પક્ષોના ‘જનતા મોરચા’ની સત્તાનો પ્રારંભ થયો.

એ સમયના કેટલાક મહત્ત્વના નેતાઓની સરસરી નજરે યાદી જોવી રહી. બાબુભાઈ જસભાઈ પટેલ, મકરંદ દેસાઈ, ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર, વસંતરાવ ગજેન્દ્ર ગડકર, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, ડો. વલ્લભભાઈ પટેલ, પોપટલાલ વ્યાસ, ઇન્દુભાઈ પટેલ, બ્રહ્મકુમાર ભટ્ટ, હેમાબહેન આચાર્ય, રસિકલાલ આચાર્ય... અને બીજા.

સામા પક્ષે માધવસિંહ સોલંકીની નેતાગીરીમાં કોંગ્રેસને ૧૯૮૦ પછી તક મળી, ૧૯૮૩-૮૫માં ‘ખામ’નું અમલીકરણ અને અનામતની તરફેણ-વિરોધનું આંદોલન શરૂ થયું. માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, છબિલદાસ મહેતા, અમરસિંહ ચૌધરી, ઝીણાભાઈ દરજી વગેરે તેમના નેતા હતા.

૧૯૯૦ પછી જનસંઘમાંથી પરિવર્તિત થયેલા ભાજપનો દોર ચાલ્યો. મૂળ ભાજપના જ નેતાઓમાં કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, વજુભાઈ વાળા, સુરેશ મહેતા વગેરે મુખ્ય હતા. પછી બીજી, ત્રીજી કેડર ઉમેરાઈ. વચ્ચે થોડાક સમય માટે ભાજ


comments powered by Disqus