• વહેલા માડી આવજો
વહેલા માડી આવજો
હો ગરબે રમવાને વહેલા આવજો ર લોલ,
જામી કાંઇ નોરતાની રાત, મારી માવડી રે લોલ,
આવો માડી (૨) વહેલા વહેલા રમવાને રે લોલ,
સરખી સાહેલી જુએ વાટડી રે લોલ,
વાગ્યા કાંઇ ઢોલીડાના ઢોલ મા,
આવો માડી વહેલેરા આવજો રે લોલ,
નવદુર્ગા સંગ માડી આવજોરે લોલ
જામ્યો છે ગરબો, ચાચર ચોકમાં રે લોલ.
•••
• ગબ્બરમાં વાગે ઘૂઘરા રે પાવાગઢમાં વાગે ઢોલ જો...
ગબ્બરમાં વાગે ઘૂઘરા રે પાવાગઢમાં વાગે ઢોલ જો...(૨)
નવલી નવરાતમાં સહીયરો સાથમાં,
વાગે પાયલ છમછમ છમછમ,
પગના પાયલમાં તાળીઓના તાલમાં,
વાગે ઘૂઘરીઓ ઘમઘમ ઘમઘમ,
ઢોલીનો ઢોલ વાગે, આખું અંબર ગાજે,
ધ્રુજે આખી ધરણી ધમધમ ધમધમ,
ગબ્બરમાં વાગે ઘૂઘરા રે, પાવાગઢમાં વાગે ઢોલ જો...,
હે... અંબરનું ઓઢણું ઓઢીને ચોકમાં,
રમવા આવી જગજગની અંબા,
સજી શણગારને બહુચર બિરદાળી,
ચાચરમાં આવી પાવાગઢવાળી,
હો... રૂડી પટોળી ભાતો, નવરાતોની રૂડી રાતો,
ધરણી ધ્રુજાવતી ધમધમ ધમધમ
ગબ્બરમાં વાગે ઘુઘરા રે પાવાગઢમાં વાગે ઢોલ જો...
•••
• સાથિયા પુરાવો દ્વારે
સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી,
જય અંબે અંબે અંબેજ, જય જય અંબે...
વાંઝિયાનું મહેણું ટાળી, રમવા રાજકુમાર દે,
ખોળાનો ખૂંદનાર દે... આજ૦
કુંવારી કન્યાને માડી, મનગમતો ભરથાર દે,
મા પ્રીતમજીનો પ્યાર દે... આજ૦
નિર્ધનને ધન ધાન્ય આપે, રાખે માડી સૌની લાજ,
આજ મારે આંગણે પધારશે...
કુમકુમ પગલાં ભરશે માડી, સાતે પેઢી તરશે મારી,
સાતે પેઢી તરશે... આજ મારે૦
આદ્યશક્તિ મા પાવાવાળી, જનમ જનમની પીડા હરશે,
દઈ દઈ તાળી ગાવો આજ, વાજિંત્રો વગડાવો આજ.
આજ મારે આંગણે પધારશે...
સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી.
જય અંબે, જય અંબે, જય જય અંબે...
•••
• પાવાગઢ ચમ કરી ચઢશુ?
પાવાગઢ ચમ કરી ચઢશુ?
પોંચાય તો ના પાવાગઢ રે ,
ચમ કરી ચઢશું પાવાગઢ રે,
હે લઇશું મારી પાવાવાળીનાં નાંમ રે,
એમ કરી ચઢશું પાવાગઢ.. રે,
હાં.. વચમાં બેઠો ચિત્તડો વાઘ રે,
ચમ કરી ચઢશું પાવાગઢ રે,
વાઘની મને લાગે બહુ બીક રે,
લઇશું મારી મહાકાળીનાં નાંમ રે,
એમ કરી ચઢશું પાવાગઢ રે,
પોંચાય તો ના પાવાગઢ રે..
•••
• ગરબે રમે છે દેવી અંબિકા રે!
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ,
પાયે વાગે છે ઘૂઘરીના ઘમ્મકારે લોલ. રૂડે....
આકાશેથી તે સૂર્ય જોવા આવિયા રે લોલ,
સાથે દેવી રન્નાદેને લાવિયાં રે લોલ. રૂડે....
આકાશેથી ચંદ્ર જોવા આવિયા રે લોલ,
સાથે દેવી રોહિણીને લાવિયાં રે લોલ. રૂડે....
સ્વર્ગલોકમાંથી વિષ્ણુ જોવા આવ્યા રે લોલ,
સાથે દેવી લક્ષ્મીજીને લાવિયા રે લોલ. રૂડે....
બ્રહ્મલોકમાંથી બ્રહ્મા જોવા આવિયા રે લોલ,
સાથે દેવી બ્રહ્માણીને લાવિયા રે લોલ. રૂડે....
પાતાળમાંથી શેષનાગ આવિયાં રે લોલ,
સાથે સર્વે નાગણીઓને લાવિયા રે લોલ. રૂડે....
કૈલાસથી શંકર જોવા આવિયા રે લોલ,
સાથે દેવી પાર્વતીને લાવિયા રે લોલ. રૂડે....
વૈકુંઠમાંથી કૃષ્ણ જોવા આવિયા રે લોલ,
સાથે દેવી રૂકમણિની લાવિયા રે લોલ. રૂડે...
•••
• રૂડે ગરબે રમે
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
પાયે વાગે છે ધૂઘરીના ઘમકા રે
આકાશમાંથી સૂર્ય જોવા આવિયા રે
સાથે રાણી રન્ના દે ને લાવીયા રે... રૂડે
પાતાળમાંથી શેષનાગ આવિયા રે
સાથે સાતે-નાગણિયુંને લાવીયા રે... રૂડે
વૈકુંઠમાંથી વિષ્ણુ જોવા આવીયા રે લોલ,
સાથે દેવી મહાલક્ષ્મીજીને લાવીયા રે... રૂડે
બ્રહ્મ લોકમાંથી બ્રહ્મા જોવા આવિયા રે
સાથે દેવી બ્રહ્મણીજીને લાવીયા રે... રૂડે
કૈલાસમાંથી શિવજી જોવા આવિયા રે
સાથે માતા પાર્વતીજીને લાવીયા રે... રૂડે
•••
• સાથીયા પુરાવો દ્વારે....
સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારો મા પાવાવાળી,
જય અંબે, જય અંબે અંબે, જય જય અંબે... (૨)
વાંઝિયાનું મહેણું ટાળી, રમવા રાજકુમાર દે.
મા ખોળાનો ખૂંદનાર દે...
કુવારી કન્યાને માડી, મનગમતો ભરથાર દે,
મા પ્રિતમજીનો પ્યાર દે...
નિર્ધનને ધન ધાન્ય આપે...
નિર્ધનને ધન ધાન્ય આપે, રાખે માડી સોની લાજ
આજ મારે આંગણે...
કુમકુમ પગલાં ભરશે માડી,
સાતે પેઢી તરસે મારી... સાત પેઢી તરશે...
આદ્યશક્તિ મા પાવાવાળી, જનમ જનમની હરશે પીડા,
જનમ જનમની હરશે...
દઈ દઈ તાળી ગાવો આજ...
વાજિંત્રો વગડાવો આજ,
આજ મારે આંગણે...
સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ,
આજ મારે આંગણએ પધારશે મા પાવાવાળી,
જય અંબે જય અંબે અંબે જય જય અંબે.... (૨)
•••
• ચોખળિયાળી ચુંદડી મા
ચોખળિયાળી ચુંદડી મા ગરબે રમવા આવોને... (૨)
રસ રઢિયાળી રાતડી મા ગરબા ઘુમવા આવોને... (૨)
ચોખળિયાળી ચુંદડી મા...
સોળે શણગાર સોહે માડીમા મારું મન મોહ્યું... (૨)
અનંતની ઓઢણીયો ઓઢી....
ગરબે રમવા આવોને... (૨) ચોખળિયાળી ચુંદડીમાં
સંગે શોભે નાથ સુધાકર પૂનમ કેરી રાત રે... (૨)
ગગન ગોખમાં ગરબે ઘૂમે તારલિયું રઢિયાત રે.... (૨)
ચોખળિયાળી ચુંદડીમાં
ચોરે ને ચૌટે મા તારા કંકુ વેરાયા.... (૨)
ગોખે ગોખે જ્યોતિ ઝબકે છાંટણા છંટાણા.... (૨)
તાલી કેરા તાલમાં મારું.... (૨)
મનડું રે મોહ વ્યુરે.... ચોખળિયાળી ચુંદડીમાં....
રસ રઢિયાળી રાતડીમાં... ચોખળિયાળી....
•••
• માનો ગરબો રે...
માનો ગરબો રે
માનો ગરબો રે રમે રાજને દરબાર(૨)
રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર
અલી કુંભારીની નાર
તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ... માનો
મારો ગરબો રે ગયો સોનીડાને દ્વાર
અલી સોનીડાની નાર
તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે રૂડાં જાળિડાં મેલાવ
માનો ગરબો રે રમે રાજને દરબાર... માનો
રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર
અલી ઘાંચીડાની નાર
તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે રૂડાં દીવેલ પૂરાવ
માનો ગરબો રે રમે રાજને દરબાર... માનો
•••
• કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો,
બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
માવડીની કોટમાં તારાના મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
નોરતાના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માએ અમૃત ઢોળ્યાં,
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
•••
• હે જગજનની મા..
હે જગજનની મા..
જનની જગદંબા એકજ રંગા
નિર્મળ ગંગા પરચાળી મા,
હે.. હૈયે હેતાળી ભલી ભજાણી,
ધીંગી ધજાળી હે..બિરદાળી,
નવખંડને જાણી મા મમતાળી,
ચૌદ ભુવનમાં ઘૂમનારી
આવો અવતારી આવો પાવનકારી,
ગરબો લઇ રમો રંગતાળી,
હે માડી ગરબો લઇ રમો રંગતાળી.
•••
હે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે,
વંશમેં વૃદ્ધિ દે બાંકબાની
હૃદયમેં જ્ઞાન દે, ચિત્તમેં ધ્યાન દે,
અભય વરદાન દે, શંભુરાણી
દુઃખકો દુર કર, સુખ ભરપુર કર,
આશ સંપૂર્ણ કર દાસજાણી
સજ્જન સોં હિત દે, કુટુંબ સે પ્રીત દે,
જંગમેં જીત દે, મા ભવાની રે જી રે
જંગમેં જીત દે, મા ભવાની રે જી રે
જંગમેં જીત દે, મા ભવાની
•••