શુક્રવાર 5 જુલાઈની સવારે જાગવાની સાથે જાણે નવા કિંગનો રાજ્યાભિષેક થવાનો હોય તેમ લાગ્યું. કિંગ ચાર્લ્સ તૃતીયને જાણકારી અપાઈ હતી કે કેમ તે ખબર નથી પરંતુ, નગરમાં નવા શેરીફ આવી ગયા હતા. પહેલી જ નજરે આ પરિણામો લેબર અને કેર સ્ટાર્મર માટે ખરેખર આશ્ચર્યજનક હતા. હું આ લખી રહ્યો છું ત્યારે લેબર પાર્ટીને 412 બેઠકની સામે ટોરીઝને 121 બેઠક સાંપડી હતી. મોટા ભાગના કોમેન્ટેટર્સ સોશિયલ મીડિયા અને અન્ય મીડિયા વર્તુળોમાંથી મળેલી સામગ્રીમાંથી હેરાફેરી કરીને સરળતાથી સ્ટાન્ડર્ડ કોમેન્ટરીમાં ઢાળી દેશે. જોકે, મારી કોમેન્ટરી હંમેશાંની માફક અલગ જ રહેશે.
આપણે હકીકતોને બરાબર સમજીએ.
આ ચાર્ટ પરિણામો વિશે ડરામણા સત્યનો પર્દાફાશ કરે છે. લેબર પાર્ટી માત્ર 34 ટકા વોટ શેર સાથે વાસ્તવિક 64 ટકા બેઠક પર અંકુશ ધરાવે છે. કન્ઝર્વેટિવ પાર્ટી 24 ટકા વોટ શેર સાથે માત્ર 18 ટકા બેઠક મેળવે છે. માત્ર લિબરલ ડેમોક્રેટ્સ તેમના વોટ શેરને સુસંગત બેઠક ચોક્કસપણે હાંસલ કરી શક્યા છે. જરા બીજી રીતે સમજાવું. જો તમે કન્ઝર્વેટિવ્ઝ અને રીફોર્મ પાર્ટીના વોટ શેરને સંયુક્ત રાખો તો તેનું ટોટલ 38 ટકા ( લેબર કરતાં 4 ટકા વધુ) થાય છે. આમ છતાં, તમે બંને પાર્ટીએ સંયુક્તપણે મેળવેલી બેઠકનો સરવાળો કરશો તો તે માત્ર 19 ટકા થાય છે. નાઈજેલ ફરાજ અને રિફોર્મ પાર્ટીએ કન્ઝર્વેટિવ્ઝ પાસેથી મત ખૂંચવી લીધા પરંતુ, આમ કરવામાં તેમણે પોપ્યુલર વોટ્સના માત્ર 34 ટકા સાથે લેબર પાર્ટી જનરલ ઈલેક્શન જીતી જાય તે સુનિશ્ચિત કરી દીધું. 66 ટકા મતદારોએ લેબર પાર્ટીને મત આપ્યા નથી. યાદ કરો, લેબર પાર્ટીએ 52 ટકા પોપ્યુલર વોટ મેળવનારા BREXITની કાયદેસરતા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. હું ધારું છું કે માત્ર 34 ટકા વોટથી સત્તા હાંસલ કરવી તે રાજકારણીઓના નૈતિક દિશાસૂચનને ઘણી સરળતાથી બદલી નાખે છે.
નાઈજેલ ફરાજે જે હાંસલ કર્યું તે માત્ર કેર સ્ટાર્મરને પ્રાઈમ મિનિસ્ટર તરીકે સ્થાપિત કરવાનું જ કરેલ છે. બ્રિટિશ પાર્લામેન્ટરી રાજકારણની વાત કરીએ તો રીફોર્મ પાર્ટી તદ્દન અપ્રસ્તુત બની રહેશે. પાર્લામેન્ટમાં માત્ર પાંચ બેઠક સાથે રીફોર્મ અને ફરાજ કોઈ અસર ઉપજાવી શકશે નહિ. નાઈજેલ અને બધા જમણેરીઓએ તેમના અંગત અહંકારને સાચવવાના તેમના પાગલપણા વિશે મંથન કરવું જોઈએ. ગુમરાહ મતદારોને ઉશ્કેરવા પોતાના અતિ ઉશ્કેરણીજનક ભાષાપ્રયોગની બેદરકારી તેમને ક્ષણિક પ્રસિદ્ધિ અપાવી ગઈ છે પરંતુ, આમ કરવામાં તેમણે લડાઈ અને યુદ્ધને ગુમાવ્યા છે. વ્યક્તિના ચહેરાને કદરૂપો બનાવવા નાક ઘણી સારી રીતે કાપી દેવાયું છે.
આપણે હવે નામદાર કિંગ સ્ટાર્મર તરફ પાછા વળીએ અને હું કહી શકું કે તેમની બહુમતી એટલી છે કે તેઓ કિંગ પણ બની શકે છે. બેઠકની સંખ્યાની ગંજાવર તાકાતની સાથે જ મહાન જવાબદારી પણ આવે છે. હવે સ્ટાર્મર અને લેબર માટે મોટી પરીક્ષા બની રહેશે. આ જનાદેશને બરાબર નહિ પારખો તો આગામી ઈલેક્શનમાં મતદારો અવશ્ય વેર વાળશે.
મને લાંબા સમયથી લેબર અને સ્ટાર્મર વિશે સંદેહ રહ્યો છે અને આ સંદેહને મારી વિશિષ્ટ શરમ-સંકોચ સાથે અભિવ્યક્ત કરતો રહ્યો છું. જોકે, મને નવી સરકાર અને સ્ટાર્મર માટે આશા છે. હું આશા રાખીશ કે કેરઃ
1. આપણી સરહદો સુરક્ષિત રહે તેની ચોકસાઈ રાખશે તેમજ ગેરકાયદે રહેનારાને પાછા મોકલી દેવાય અને રહેવાની પરવાનગી ન અપાય. પેલેસ્ટાઈન જેવા સંઘર્ષ ઝોન્સ માટે સ્પેશિયલ વિઝા નહિ રચવાની ચોકસાઈ રાખશે.
2. એવી ચોકસાઈ રાખશે કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ ટેક્સીસ વધે નહિ.
3. NHS માં રાહ જોવાનો સમય નોંધપાત્રપણને ઘટાડી દેવાય તેવી ચોકસાઈ રાખશે.
4. તેમની જોરશોરની ઘોષણાને વળગી રહી પોલીસદળની સંખ્યામાં ગણનાપાત્ર વધારો કરશે.
5. તેમના શબ્દાડંબરને વળગી રહી ક્રાઈમમાં ઘટાડો થાય તેની ચોકસાઈ રાખશે.
6. તેમણે આપેલા વચનો મુજબ GDP ના ઓછામાં ઓછાં 2.5 ટકા આપણા સશસ્ત્ર દળો પાછળ વપરાશે.
7. એવી ચોકસાઈ રાખશે કે ચૂંટણી અગાઉ લેબર દ્વારા ગાઈવગાડી કહેવાયું હતું તેમ દરેક માટે એફોર્ડેબલ હાઉસિંગ પ્રાપ્ત થશે.
8. આપણી એનર્જી કોસ્ટ ગણનાપાત્ર ઘટાડાય તેવી ચોકસાઈ રાખશે.
9. ગ્રૂમિંગ ગેંગ ફિઆસ્કાના દરેક પાસાની તલસ્પર્શી તપાસ માટે તત્કાળ રોયલ કમિશનની સ્થાપના કરવાની અને તમામ રાજકારણીઓ અને જાહેર સંસ્થાઓને તેમની સંભાળની ફરજમાં બેદરકારી બદલ જવાબદાર ઠરાવવાની ચોકસાઈ રાખશે
10. ચોકસાઈ રાખશે કે વધી રહેલા એન્ટિસિમેટિઝમ અને હિન્દુવિરોધી નફરતનું પ્રમાણ તદ્દન નાબૂદ કરી દેવાય.
આ યાદી સર્વાંગસંપૂર્ણ નથી. આ તો લેબર દ્વારા જે વચનોની લહાણી કરવામાં આવી તેની ઝલક માત્ર છે અને હવે તેમને આ માટે જવાબદાર ઠેરવવાનો સમય છે.
હું તમારા અને અગણિત લાખો લોકોની માફક જ આશા રાખું છું. પોતાના વિજય સંબોધનમાં પ્રાઈમ મિનિસ્ટરે કહ્યું હતું કે તેમની સરકાર તમામ નાગરિકો માટે એક બની રહે તેની ચોકસાઈ કરવા ઈચ્છે છે. આ ભાવનાને અનુરૂપ હું તેમને અને લેબર પાર્ટીને તેઓ ખરેખર બદલાઈ ગયા છે તે પૂરવાર કરવાનો સમય આપીશ. તેમના ચૂંટણીપ્રચારનું સૂત્ર પરિવર્તન-બદલાવ લાવવા સંબંધિત હતું. આમ કરવા માટે આપણે લેબર અને તેમના રાજકારણીઓમાં વ્યાપક બદલાવ આવે તે જોવાની જરૂર છે. મને લેબર પાર્ટીમાં જરા ઓછો વિશ્વાસ રહ્યો છે અને તેઓ ખરેખર મારા ભરોસાને લાયક છે તેવો ચોકસાઈપાત્ર પુરાવો ન જોવા મળે ત્યાં સુધી તો આમ જ રહેશે. હવે નવા પ્રાઈમ મિનિસ્ટરે તેમના શબ્દોમાં તાકાત પૂરવાની છે જેથી તેમની કામગીરી આપણને દર્શાવે કે તેમના પર ભરોસો મૂકી શકાય તેમ છે.
પ્રથમ 100 દિવસ તો તેમના હનીમૂનના છે. હું તમને ખાતરી આપવા માગું છું કે 101મા દિવસથી તેમના કર્મ કે અકર્મ પર નજર રાખવામાં આવશે અને કશું છુપું રાખી શકાશે નહિ. ચૂંટણીપ્રચાર દરમિયાન અપાયેલા વચનો પરિપૂર્ણ ન કરી શકાય તેના માટે અગાઉની સરકાર પર દોષારોપણ કરવાનું બહાનું યોગ્ય ન ગણાય.
મને આશા છે. એવી આશા કે પ્રાઈમ મિનિસ્ટર મને ખોટો પૂરવાર કરશે. હું આશા રાખું કે તેઓ એટલી ખાતરીપૂર્વક એમ કરશે જેથી મને મારી કોલમમાં પ્રાઈમ મિનિસ્ટર અને લેબર પાર્ટીની પ્રશંસા કરવાની ફરજ પડે. હું પ્રાઈમ મિનિસ્ટર અને લેબર પાર્ટી સંદર્ભે મારું મંતવ્ય બદલવા તૈયાર છું પરંતુ, આમ કરવા માટે મારે નક્કર કારણો જોઈશે. કેર, મને આ કારણ આપજો. મહેરબાની કરીને આપણા દેશને ખાતર પણ મને ખોટો પુરવાર કરજો.
(ચાર્ટ BBCના સૌજન્યથી)