અનૂપમ મિશન ખાતે સીબી પટેલ સાથે મુલાકાતનો મને આનંદ થયો. તેમમે મને અંગત ઈમેઈલ આપી મારો દિવસ કેવો પસાર થયો અને મને શું શીખવા મળ્યું તેનો આર્ટિકલ લખી ફોટો સાથે મોકલી આપવા જણાવ્યું હતું. તેમનું કાર્ડ તો મારા ઘરે રહ્યું છે તેથી હું આ લેખ અહીં મોકલી રહ્યો છું.
મને 20 ઓક્ટોબરે મિ. સુરેશ અને મિસિસ ચંદ્રિકા ખખ્ખર સાથે ઓમ ક્રીમેટોરિયમ - સ્મશાનગૃહ પ્રોજેક્ટની પ્રગતિને ઉજવતા ઈવેન્ટમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ ઈવેન્ટમાં ઈસ્કોન- ISKCON અને ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના પ્રતિનિધિઓ સહિત હિન્દુ કોમ્યુનિટીના અગ્રણી મહાનુભાવો એકત્ર થયા હતા.
ઓગસ્ટ 2025માં ખુલ્લું મૂકાનારું ઓમ ક્રીમેટોરિયમ નોંધપાત્ર સવલતો સાથેનું બની રહેશે જે યુકે અને યુરોપમાં આ પ્રકારનું સર્વપ્રથમ હિન્દુ ક્રીમેટોરિયમ હશે. આ પ્રોજેક્ટ અનૂપમ મિશન ટીમની સમર્પિતતા અને ધીરજનો પુરાવો છે જેમના અથાક પ્રયાસોનું ફળ આખરે પ્રાપ્ત થયું છે.
આ ઈવેન્ટની નોંધપાત્ર બાબતોમાં એક તો વૃક્ષારોપણ અને છોડવાઓ રોપવાને સાંકળતા નવા કાયમી ફંડરેઈઝિંગ ઈનિશિયેટિવની જાહેરાત વિશે હતી. આ નવતર અભિગમ પર્યાવરણીય ઉત્તરદાયિત્વ અને સામુદાયિક કલ્યાણ પ્રત્યે ઓમ ક્રીમેટોરિયમની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કરે છે. બીજી મહત્ત્વપૂર્ણ જાહેરાત મુખ્ય હિન્દુ ચેરિટીઝ અને સોસાયટીઝની યુનાઈટેડ કમિટીના સૂચિત ગઠન સંબંધે હતી. આ ઈનિશિયેટિવ હિન્દુ સમુદાયમાં સહકારને વધારવા તેમજ વિશ્વભરમાં હિન્દુ કોમ્યુનિટીની સામૂહિક અસરને મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે.
ઓમ ક્રીમેટોરિયમ હિન્દુ કોમ્યુનિટી માટે આશાની ચમક છે જે સ્નેહીજનો માટે શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ આખરી આરામ પ્રદાન કરે છે. આ કોમ્યુનિટીની શક્તિ તેમજ યુકેમાં હિન્દુ ડાયસ્પોરાના અવિરત ઉત્સાહ અને જોશના પુરાવારૂપ છે.