સમગ્ર વિશ્વ એક તરફ કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે, ત્યાં અમેરિકા અને ચીન વચ્ચે કોરોના પર શાબ્દિક યુદ્ધ શરુ થયું છે. કોરોના ક્યાંથી ફેલાયો છે અને તેના માટે કોણ જવાબદાર છે? જેવી આક્ષેપબાજીમાં અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કુદી પડ્યાં એટલું જ નહિ પણ "વાગતા ઘંટ" જેવા ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું હતું કે કોરોનાને 'ચાઇનીઝ વાયરસ' કહ્યું એની સામે ચીને ટ્રમ્પના આરોપ પર સખત વાંધો નોંધાવ્યો હતો. તેમછતાં ટ્રમ્પભાઇ વક્તવ્યોમાં બિનધાસ્તપણે કોરોનાને "ચાઇનીસ વાયરસ" જ કહેતા. ટ્રમ્પના આ નિવેદનથી ચીનાઓ અકળાયા હતા એટલે અમેરિકાસ્થિત એમના વિદેશમંત્રીએ ટ્રમ્પને ચેતવ્યા હતા પણ "હાથી પાછળ કૂતરા ભસે" એમ ટ્રમ્પ સાહેબે ગણકાર્યા વગર કોરોનાને ચાઇનીઝ વાયરસ તરીકે જ જગજાહેર કર્યો. અમેિરકામાં એના પડઘા ખૂબ ઘેરા પડ્યા. ચીનથી ઉત્પન્ન થયેલા આ વાયરસના ભોગ બનેલા અમેરિકનો હવે બરોબર અકળાયા છે. ન્યુજર્સી, એટલાન્ટા અને લોસએન્જલસ જેવા સ્ટેટ્સમાં ચાઇનીઝ જેવા દેખાતા ફારઇસ્ટના એશિયનો ઉપર અમેરિકનો હુમલા કરતા થઇ ગયા છે. ન્યુજર્સીમાં શોપીંગ કરવા ગયેલી એક જાપાનીઝને વગર ફોગટે બ્લેક અમેરિકને લાતાટીને મોતને ઘાટ ઉતારી દીધી. એવી જ રીતે એટલાન્ટામાં એક અમેરિકનનું કુટુંબ કોરોનામાં ખપી જતાં એ યુવાન પાગલ થયો તે સીધો બંદૂક લઇને 'થાઇ મસાજ એન્ડ નેઇલ' કરનારી પાંચેક છોકરીઓને ગોળીએ દઇ દીધી.
આ ખંધા ચીનાઓની દેણ સમો કોરોના અત્યારે ભારતમાં હાહાકાર મચાવી લાખ્ખોને ભરખી રહ્યો છે ત્યારે આપણે ત્યાં નોર્થ-ઇસ્ટના મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપૂરા, મણિપૂર અને આસામ પ્રદેશના ચીના જેવા દેખાતા લોકોને ભારતીય પ્રજાજનોનો ભારે ધુત્કાર સહન કરવો પડ્યો છે. મણિપુરથી માનવાં ચાનુ અને એની પત્ની લીસા ચાનુ સરકસ લઇને અમદાવાદ આવ્યાં છે. સરકારી લોકડાઉનને કારણે સરકસના ખેલ તો બંધ રહ્યા પણ ચાઇનીઝ જેવા દેખાતા માંનવા ચાનુ અને એની પત્ની લીસા શાકભાજી કે દવા લેવા તંબૂની બહાર નીકળે છે ત્યાં જ આપણા અમદાવાદીઓ 'કોરોના.. જા.. ચીના અહીંથી ભાગ" કહીને ધુત્કારે છે. દિલ્હીમાં પણ ચાઇનીઝ જેવા દેખાતા ભારતીયોને "ચાઇનીઝ કોરોના" કહીને લોકો ત્રાસ પહોંચાડી રહ્યા છે.
અડધી મીંચેલી આંખો ને ચપટા નાકવાળા ચીની પ્રાઇમ મિનિસ્ટર જીનપીંગનું જીન કેવું ખતરનાક છે?એ જાણવું અતિમુશ્લે છે પણ એની અવળચંડાઇ પરથી એના બદઇરાદા પર અમેરિકા સતત ચાંપતી નજર રાખીને બેઠું છે.વુહાનથી નીકળેલો કોરોના નામનો જીવલેણ વાયરસ એ વૈજ્ઞાનિક લેબમાંથી જ નીકળ્યો છે એવો દુનિયાના દેશોનો ખુલ્લો આક્ષેપ હોવા છતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકોને પણ ચક્કર ખવડાવનાર જેનપીંગની પોલ અમેરિકન સંશોધકોએ ખુલ્લી પાડી દીધી છે. ગત રવિવારે વીકેંડ ઓસ્ટ્રેલિયનના રિપોર્ટમાં આ વિષે દાવો કરવામાં આવ્યો છે કે આજથી ૬ વર્ષ પહેલા ૨૦૧૫માં ચીની વિજ્ઞાનીઓ અને અધિકારીઓ દ્વારા લિખિત આ દસ્તાવેજમાં કોરોના વાયરસની વાત કરવામાં આવી છે. આ દસ્તાવેજમાં ચીની વિજ્ઞાનીઓએ કોરોના વાયરસનો જૈવિક હથિયાર તરીકે વપરાશ કરવાની ચર્ચા કરી છે.
સાર્સ કોરોના વાયરસ નવા યુગનું જૈવિક હથિયાર બની શકેછે, જેને કૃત્રિમ રીતે નવું સ્વરુપ આપીને મનુષ્યો માટે જીવલેણ વાયરસમાં ફેરવી શકાય છે. અમનેચરલ ઓરિજન ઓફ સાર્સ એન્ડ ન્યૂ સ્પેસીસ ઓફ મેનમેડ વાયરસ નામના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજુ વિશ્વ યુદ્દ જૈવિક હથિયારો વડે લડાશે. આ દસ્તાવેજમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ચીની સેનાના વિજ્ઞાનીઓ કોરોના વાયરસના હથિયાર તરીકે ઉપયોગ કરવા અંગે ચર્ચા કરી રહ્યા હતા. ચીની વિજ્ઞાનો છેલ્લા કેટલાક વર્ષોથી કોરોના વાયરસ જેવા જૈવિક હથિયારો વડે ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. વિજ્ઞાનીઓએ દસ્તાવેજમાં કહ્યું છે કે યુદ્ધમાં જીત માટે જૈવિક હથિયાર મુખ્ય હશે.
લોકડાઉનમાં દર રવિવારે ફોન પર યોજાતી અમારી વડીલ પરિષદના બચુકાકાનું કહેવું છે કે, "આ બધા દેશોના પ્રધાનો અમથા હોધ્યા કરે છે કે 'કારોના' ચ્યાંથી આયો.... આ ચીનાં જ હાપોલીયાંથી અને ઉડતાં ચાંમા ચીડીયાં ખાય છે... હારાં... !
વરસ દહાડાથી ઘરમાં ગોંધાઇને અકળાયેલા બચુકાકાએ બળાપો કાઢતાં કહ્યું કે, "આ 'કારોના'ને લીધે બધા દેશોની ઇકોનોમિને માર પડ્યો છે ત્યારે એવોયે ચીનો આર્થિક રીતે તગડો થયો છે....! જાણે એણે પહેલેથી જ તૈયારી રાખી હોય એમ માસ્ક, ઓકસીજન કીટો ને વેન્ટીલેટરો બધાનું ઉત્પાદન કરીને જગતને વેચેય છે...! આ મેંઢો જેનપીંગ અમદાવાદ આવ્યો ત્યારે આપણા વડાપ્રધાન મોદી સાથે ઝૂલા ઝૂલતો હતો ત્યારે ય એના પેટમાં શું રંધાય છે એની મોદીને ય ખબર ના પડી...! આ હારા.... જીનપીંગ મુખમુદ્રા દેખાય છે તો શાંત પણ મેંઢો સાલો ચીનો... છે ખતરોં કા ખેલાડી.
જો કે બચુકાકાની વાતમાં કંઇક તો દમ છે હોં... ૨૦૧૯ના ડિસેમ્બરમાં કોરોના વુહાનમાંથી જન્મી ઘોડિયે ઝૂલતો હતો ત્યારે જગત આખાને ગૂમરાહ કરવા ચામાચીડીયામાંથી કોરોના પેદા થયાનું જાહેર કર્યું અને એની સ્લેટ સાફ રાખવા વુહાનના ઓપન માર્કેટમાં જ્યાં સાપ, સસલાં, કૂતરાં, ચામાચિડિયાં ને માછલી, મરઘાં-બતકાં ખુલ્લી માર્કેટમાં વેચાય છે ત્યાંની જાતે મુલાકાત લઇ ત્યાં બધું હેમખેમ જ છે એવા ડોળ કર્યો ત્યારે ચીનાઓના બદઇરાદાને કોઇ માપી ના શક્યું. આ સાડાચાર ફૂટીયા ચીનાઓ હવે આભને આંભને આંબવા મથે છે. આપણે પૂર્ણિમાના દિવસે આભમાં સોળે કલાએ ખીલતા મનોહારી ચંદ્રમાને જોઇ કેવા હરખાઇએ છીએ. ત્યારે આ ચીનાઓ ચંદ્રની કુદરતી અવકાશી કલા સામે ચેડાં કરવા બેઠા છે. હવે આ ચીનાઓ એમના આકાશમાં ચાંદો ચમકતો જોઇ શકાય એ માટે કૃત્રિમ ચંદ્ર લટકાવાની તજવીજ કરે છે..! આપણા ભારતની પાડોશમાં બેઠેલો ખેપાણી બંધબારણે કેવા પેંતરા રચી રહ્યો છે એ કોઇને ય કાનોકાન ખબર પડતી નથી. હમણાં ભારત કોરોનાના કહેરમાં ગળાડૂબ છે ત્યારે લૂચ્ચા શિયાળ જેવું ચીન ધીરે ધીરે આપણા વાડામાં ઘૂસવા ટ્રાય કરી રહ્યું છે. ગયા વીકે મળતા સમાચાર મુજબ લદાખની બોર્ડર પર ચીનાઓએ બે ગામ વસાવ્યાં છે. તાજેતરમાં ચીનાઓએ દાવો કર્યો કે વિશ્વનું ઉંચું હીમશિખર એવરેસ્ટ એમના બાપની જાગીર છે પણ બીજા વીકે ડાહ્યા થઇ એમનો દાવો પાછો ખેંચી લીધો હતો. સારું છે ને...! સારું છે ને "હિંન્દી ચીની ભાઇ-ભાઇ" કહેનારા આપણા નહેરુચાચા હયાત નથી, કદાચ એ હોત તો "લઇ જાવ તમ તમારે"... થઇ જાત.
ગયા સપ્તાહે ચીનાઓએ અવકાશમાં મોકલેલું મહાકાય રોકેટ અનિયંત્રિત થઇ જતાં ૧૮,૦૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે ધરતી તરફ આવી રહ્યું હતું પણ તે કયાં પડશે તેની કોઇને જાણ ના હતી. અમેરિકન સંરક્ષણ વિભાગે આ મહાકાય રોકેટ ધરતી પર પડતાં ભારે વિનાશ થવાની આગાહી કરી હતી પણ ચીનાઓનું નાકામયાબ થયેલા રોકેટના અવશેષો હિંદ મહાસાગરમાં શ્રીલંકા અને માલદીવ નજીક પડ્યા છે. સારું છે ને.!! આપણા ભારતની ધરતી પર નથી પડ્યું.... આ ચપટાઓનો હવે કાંઇ ભરોસો નઇ બાપલીઆ....
આપણા ઘણા વડીલ માતાઓના શબ્દોમાં 'કેરોલીના', કરીના' એટલે કે ચીનાઓના પેટે અવતરેલા "કોરોના"એ બિચારા આપણા ભોળા-ભલા ગુજરાતીઓને કેવા ગભરાવ્યા છે એની કેટલીક રમૂજી ચટાકેદાર ચટણી ...
* સોમવારે રાત્રે થોડીવાર માટે વિજળી ગઇ હતી એટલે મીણબત્તી સળગાવી હતી. વિજળી પાછી અવી જતાં મેં મીણબત્તી ઓલવવા ઘણી ફૂંકો મારી પણ ઓલવાઇ જ નહીં. એથી મનમાં તરત ડર પેસી ગયો કે કયાંક મારું ઓક્સીજન લેવલ તો નીચું ગયું નથી ને!? એ વિચારમાત્રથી રેબઝેબ થઇ ગયો.
એવી ચિંતામાં બેઠો હતો ત્યાં પત્નીએ નજીક આવી કાનમાં કહ્યું….. અરે રે… પહેલાં માસ્ક તો કાઢો..!
* શાંતિલાલ ને કાંતિલાલ ગાઢ દોસ્ત. રોજના નિયમ મુજબ બન્ને મળ્યા ને છૂટા પડ્યા. સાંજે કાંતિલાલને ફોન આવ્યો, શાંતિલાલ અચાનક સ્વધામ સિધાવ્યા.
કાન્તિલાલ નિ:શાસો નાંખતા બોલ્યા: અરેરે… સવારે સોફામાં હતા અને સાંજે ફોટામાં….!!
* કાલે વડોદરાના ન્યાયમંદિર વિસ્તારમાં એક ભાઇ કોવિડ વેક્સિન લઇને ઘરે જઇ રહ્યા હતા ત્યારે એમને રસ્તામાં ઝાંખુ ઝાંખુ દેખાવા લાગ્યું. ઘરે પહોંચતાં પહોંચતા તેઓ ખૂબ ગભરાઇ ગયા અને તરત જ વેક્સિન સેન્ટર પર ફોન કરી પોતાની તકલીફ વિશે વાત કરીને જાણ કરી. વેક્સિન સેન્ટરેથી કહેવામાં આવ્યું કે, તમે તરત જ પાછા આવી જાવ, કદાચ તમને રીએકશન નથી આવ્યું ને?! કારણ કે તમારા ગયા પછી તમને વેક્સિન આપનાર નર્સને પણ ઝાંખુ દેખાવાનું ચાલુ થયું છે! એ ભાઇ તરત વેક્સિન સેન્ટરે પાછા ગયા તો ડોકટરે એમને ચશ્મા આપતાં કહ્યું કે, ‘લ્યો આ તમારા ચશ્મા અને તમે જે નર્સના ચશ્મા પહેરીને જતા રહ્યા હતા એ પાછા આપો"!