ડેનહામ-અક્સબ્રીજ ખાતે વૃંદાવન સમી હરિયાળી ધરતી પર પૂ.ભાઇશ્રીને મુખેથી વહેતી ભાગવત કથા રૂપી પાવન ગંગામાં ડૂબકી મારવા લંડન સહિત યુ.કે.માંથી હજારો હરિભક્તો લંડન અાવી રહ્યા છે એની તમામ વ્યવસ્થા અનુપમ મિશન દ્વારા ખૂબ અાયોજનપૂર્વક થઇ રહી છે. અષાઢ વદ છઠ્ઠ, બુધવાર ૫, અોગષ્ટના રોજ બપોરે ૨.૦૦ વાગ્યે પૂ.ભાઇશ્રી, પૂ. સાહેબ અને સંતગણ (અાણદાબાવા અાશ્રમના પૂ. દેવીપ્રસાદજી મહારાજ, પુષ્ટીમાર્ગીય વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી, શિવાનંદ અાશ્રમના પૂ. અાધ્યાત્માનંદજી સ્વામી)ની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે શ્રીમદ ભાગવત પોથીયાત્રા નીકળશે. શક્ય બનશે તો યોગગુરૂ શ્રી બાબા રામદેવ પણ ભાગવતકથા દરમિયાન પધારશે. ભાગવત સપ્તાહ તેમજ મંદિર મહોત્સવ (તા.૫ અોગષ્ટથી ૧૭ અોગષ્ટ દરમિયાન) રોજ સાંજે ૬.૦૦થી ૮.૦૦ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં અાવી છે.
સ્વામિનારાયણ સંસ્થા અનુપમ મિશન યુ.કે. દ્વારા અોગષ્ટ મહિનામાં મંદિર મહોત્સવ ૨૦૧૫નું ભવ્ય અાયોજન કરાયું છે. મનપ્રફુલ્લિત થઇ જાય એવી લીલીછમ વનરાજી વચ્ચે વૃંદાવનની અનુભૂતિ થાય એવી વિશાળ જગ્યામાં અનુપમ મિશન દ્વારા ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં અાવ્યું છે. અાવા પ્રાકૃતિક સ્થળના પર્યાવરણને લક્ષ્યમાં રાખી અનુપમ મિશને ૨૫૦૦૦ સ્કવેર ફૂટમાં અદ્યતન ટેકનોલોજી સજ્જ (ઇકોફ્રેન્ડલી કન્ડીશન સાથે) કોમ્યુિનટી સેન્ટર તૈયાર કર્યું છે. જેના મંદિર સંકુલમાં ગુરૂવર્ય પૂ. સાહેબની ઉપસ્થિતિમાં ૧૫ અને ૧૬ અોગષ્ટના રોજ શાસ્ત્રોક્ત વિધિથી ધામધામીમુક્ત (શ્રી મુક્ત અક્ષરપુરૂષોત્તમ)ની અારસની મૂર્તિઅોની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં અાવશે. એમાં ભાગ લેવા ભારત, અમેરિકા, કેનેડા, અોસ્ટ્રેલિયા, સિંગાપુરથી સંેકડો સત્સંગીઅો ભાગ લેવા લંડન અાવ્યા છે.
ગયા સપ્તાહે સત્સંગ સભામાં પૂ.સાહેબે જણાવ્યું કે, ભારતથી સુથારીકામ માટે કારીગરો કારણોસર નહિ અાવી શકતાં મંદિર નિર્માણકાર્ય માટે અગવડ ઉભી થઇ હતી ત્યારે કિંગ્સ કિચનના ડાયરેકટર શ્રી મનુભાઇ રામજીએ મંદિરનું તમામ કાર્ય પૂરુ કરવા ઉત્સુકતા દર્શાવી હતી. અાટલા મોટા માણસ જયારે હાથમાં સુથારીકામના સાધનો લઇ કામ કરતા જોયા ત્યારે એમની સેવાપરાયણતા પર ખૂબ ગર્વ થયું. મનુભાઇ અને એમની કંપનીના સાથીદારો મોડીરાત સુધી ઇલેકટ્રીકલ અને કારપેન્ટરી વર્ક કરી મંદિર નિર્માણ કાર્યના અંતિમચરણને પૂર્ણ કરી અાકર્ષક અોપ રહ્યા છે.
કથા દરમિયાન યજમાનો માટે વ્યાસપીઠ સન્મુખ બેસવા અાયોજકોએ ખાસ વ્યવસ્થા કરી છે. જેઅોએ યજમાન બનવું હોય તેઅોએ શ્રી સુરેન્દ્રભાઇ પટેલ 07941 975 311, વિનુભાઇ નકારજા 07956 594 963, અથવા હિંમતસ્વામી 01895 832 709નો સંપર્ક નીચેના ફોન નંબર પર કરવો.