આપણામાંથી થોડાક પચાસના થયા હશે અને થોડા પંચાવન કે ઉપરના પણ. આ ઉંમર જીવનના સોનેરી વળાંકની છે. તેને સરસ રીતે અને અર્થપૂર્ણ રીતે માણવા માટે આટલું અવશ્ય યાદ રાખો...
• બચાવી રાખેલા પૈસા વાપરવાનો આ શ્રેષ્ઠ સમય છે. • તમારા ભવિષ્ય પૂરતું રાખીને બાકી તમારા પોતાના જ માટે વાપરવાનું શરૂ કરી દો. • હરો-ફરો-મોજ કરો અને જીવનસાથી તથા સંતાનો માટે સારી સારી ચીજવસ્તુઓ ખરીદો. આવતી પેઢી માટે મૂકી ના રાખો. • ઘણી વાર તમે પાડેલા પરસેવાનું મૂલ્ય તેમને સમજાતું હોતું નથી. • અને હા, હવે નવા મૂડીરોકાણ તો કરશો જ નહીં. વધતી ઉંમરે નવી ઝંઝટમાં ના પડવું એ જ સારું છે.
(સબસ્ક્રિપ્શન આઇડીઃ 353059)