આપણા વિશ્વે ઘણા લાંબા સમયથી આતંકવાદીઓને તેમની શેતાની વિચારધારાના દરેક પ્રકારના પાગલપણા સાથે બચી નીકળવાની છૂટ આપેલી છે. આ પરંપરાગત ડહાપણ (હું આ સલાહ વિચારવિમર્શ હેઠળ કહું છું) એવું રહ્યું છે કે જો આતંકવાદીઓ વિદેશી રાષ્ટ્રોમાં પોતાને બિનસરકારી ખેલાડીઓ સ્વરૂપે સંગઠિત કરતા હોય તો તમારે વ્યાપક યુદ્ધના ભય હેઠળ તેમના પર હુમલા કે આક્રમણ કરવું ન જોઈએ. ઈઝરાયેલે 21મી સદીમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે આ ત્રાસવાદીઓ સાથે કામ પાર પાડવાનો માત્ર એક જ માર્ગ છે. તેઓ જ્યાં પણ છુપાયા હોય ત્યાંથી તેમનો વિનાશ કરી નાખો.
કોઈ પણ દેશ કોઈ પણ આતંકવાદી જૂથને આશ્રય આપતો હોય તો તે સ્વાભાવિક રીતે જ આતંકવાદી રાષ્ટ્ર છે. હવે વિશ્વ માટે એ સમય પાકી ગયો છે કે દૃઢ ચારિત્ર્ય વિનાના નમાલા-કાયરોના દૂષણને નાબૂદ કરી નાખવા જોઈે જેથી વિનાશક શસ્ત્રોથી સજ્જ થયેલા આ લોકો 72 હૂરોની શોધમાં પહોંચી શકે.
એવા સમાચાર આવ્યા કે હમાસના વડા ઈસ્માઈલ હાનિયાહને ખતમ કરી દેવાયો છે ત્યારે મેં ઉભા થઈને ઈઝરાયલ ડિફેન્સ ફોર્સીસ (IDF)ને વધાવી લીધા હતા. માનવતાના દુશ્મન અને લેબેનીઝ હિઝબોલ્લાહના નેતા હાસન નસરલ્લાહને પણ નર્કમાં મોકલી દેવાયો છે તેના અહેવાલ સાથે તો હું ગુલાંટિયા ખાવા લાગ્યો (આ જરા વધારે પડતું થયું પરંતુ, મારા મનમાં તો મેં ગુલાંટિયા ખાધા જ હતા) હતો. આ સાથે ઓછામાં ઓછાં 20 હાઈ રેન્કિંગ હિઝબોલ્લાહ ઓપરેટિવ્ઝને પણ આ જ નરકની ખાણમાં પહોંચાડી દેવાયા હતા.
ઈઝરાયેલી એર ફોર્સ દ્વારા ચલાવાયેલા ઓપરેશન ન્યૂ ઓર્ડર હેઠળ લેબેનીઝ રાજધાની બૈરુતના દાહિયેહ જિલ્લાના કેન્દ્રમાં આવેલા હિઝબુલ્લાહના વડા મથક પર હવાઈહુમલાની ધણધણાટી બોલાવી દેવાઈ. જરા વિચારો તો ખરા, આ આતંકવાદી હેડક્વાર્ટર્સ રાષ્ટ્રીય રાજધાનીની મધ્યે રહેવાસી ઈમારતોની નીચે ભૂગર્ભમાં બનાવાયેલું હતું.
જ્યારે લેબેનીઝ રાષ્ટ્ર આ તેમના ઘરમાં ઉછરેલા ત્રાસવાદી સંગઠનોને આશરો આપે અને તેમનું રક્ષણ કરે ત્યારે તેમના પર જુલમ થતો હોવાની કાગારોળ કરવાનો અધિકાર ગુમાવી બેસે છે. પ્રત્યેક લેબેનીઝ નાગરિકે શેરીઓમાં ઉતરી આવી તેમના દેશને આતંકવાદી રાષ્ટ્રમાં ફેરવી નાખનારા આ ત્રાસવાદીઓ અને તમામ સરકારી અધિકારીઓનો ખાતમો બોલાવી દેવો જોઈએ. જો લેબેનોનના નાગરિકો આટલી હિંમત દર્શાવી ન શકે તો તેઓ ઈઝરાયેલ સામે વિરોધ કરવાનો અધિકાર ગુમાવી દે છે.
ઈસ્લામિક કટ્ટરવાદીઓના તથાકથિત અને બની બેઠેલા વીર નાયક, ઈરાનના સુપ્રીમ લીડર અલી ખેમૈનીએ અજાણ્યા બંકરની અંદર ઘૂસી જઈ આશ્રય મેળવી પોતાની બહાદૂરીનો પરચો આપી જ દીધો છે. સાચું જ છે ભાઈઓ, આ ઈસ્લામિક કટ્ટરવાદી નેતાઓની શક્તિ અને તાકાત દેખાઈ આવે છે. જ્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે પોતાના પરિવારો સાથે આશરો મેળવવામાં તેઓ અગ્રેસર રહે છે.
આપણે જરા સ્પષ્ટ થઈ જઈએ, હમાસ અને હિઝબોલ્લાહ બીજુ કશું જ નહિ, ઈરાનના પ્રોક્સીઓ-અવેજી પ્રતિનિધિઓ છે. તેમનું મુખ્ય કાર્ય ઈઝરાયેલ અને યહુદીઓને નિશાન બનાવવાનું છે. હમાસ અને હિઝબોલ્લાહ માત્ર બે જ આતંકવાદી સંગઠનો નથી જેમને ઈરાન સમર્થન આપી રહ્યું છે. અસાઈબ, અહ્લ-અલ હક (ઈરાક), બદ્ર ઓર્ગેનાઈઝેશન (ઈરાક), અન્સાર અલ્લાહ હુથીઝ (યેમેન), પેલેસ્ટિનીઅન ઈસ્લામિક જિહાદ (ગાઝા), કટૈબ હેઝબોલ્લાહ (ઈરાક), હરકત હેઝબોલ્લાહ અલ નુજુબા (સીરિયા), બદ્ર ઓર્ગેનાઈઝેશન અને અન્યો સહિત સંખ્યાબંધ સંગઠનોને ઈરાન સમર્થન આપે છે. દર વર્ષે આવા આતંકી જૂથોને સપોર્ટ આપવા પાછળ ઈરાનનો ખર્ચો હવે બિલિયન્સ ડોલર્સથી પણ વધી ગયો છે.
ઈઝરાયલે આ વિસ્તારના તમામ આતંકી જૂથોને બતાવી આપ્યું છે કે જો તમે ઈઝરાયેલ અથવા કોઈ પણ યહુદીને નિશાન બનાવવાની હિંમત કરશો તો અમે તમને શોધી કાઢીશું અને તમે ભલે ગમે ત્યાં છુપાયા હશો, તમને નેસ્તનાબૂદ કરી નાખીશું. હમાસના પેલેસ્ટિનીઅન આતંકીઓએ વિચાર્યું કે ઈઝરાયેલ પર હુમલો કરવાનો આઈડિયા જોરદાર રહેશે. હવે આજે ગાઝા તરફ નજર કરો, કૂચાની માફક કચડાઈ ગયું છે. હમાસના મોટા ભાગના નેતાઓ માર્યા ગયા છે. જો લેબેનોન આવી જ ભૂલ કરશે તો તેમની દશા શું થઈ શકે તેનું આ ઉદાહરણ છે.
આમાં ભારત માટે એક બોધપાઠ છે. જાણીતા આતંકી સંગઠનો રોજિંદા ધોરણે ભારતને નિશાન બનાવે છે. ઘણા તો સરહદ પાર પાકિસ્તાન, બાંગલાદેશમાં અડ્ડા જમાવીને બેઠા છે તો કેટલાક કેનેડા જેવા દેશોમાંથી ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે. આપણે જાણીએ છીએ કે આ આતંકવાદીઓ કોણ છે, આપણે જાણીએ છીએ કે તેઓ ક્યાં છે પરંતુ, મને જરા પણ સમજમાં આવતું નથી કે ભારત શા માટે આવા આતંકવાદીઓને ફૂલવાફાલવા દે છે. પુલવામાએ દેખાડ્યું કે લડાઈ આતંકવાદીઓના ગઢમાં જ લઈ જવાનું સહેલું છે. આમ છતાં, ભારત દ્વારા આવી કઠોર કાર્યવાહીના ઉદાહરણો ઘણાં જ ઓછાં છે. લોકો એમ કહે છે કે ભારતે કાળજી રાખવી જોઈએ. પાકિસ્તાનમાં લક્ષ્યાંકોને નિશાન બનાવવાથી છમકલું પણ સંપૂર્ણ ન્યૂક્લીઅર યુદ્ધમાં ફેરવાઈ શકે છે. મારો મત અલગ છે. પાકિસ્તાન પર અંકુશ ધરાવતા અમેરિકન માસ્ટરો પરિસ્થિતિ કોઈ પ્રકારના અણુયુદ્ધ તરફ આગળ વધે તે ચલાવી લેશે નહિ. ઈઝરાયેલે કોઈ પણ રાષ્ટ્ર માટે સ્વસુરક્ષાના માપદંડ સ્થાપિત કરી દીધા છે. હવે ભારત શક્ય તેટલી ઝડપે પાકિસ્તાનમાં અનેક ત્રાસવાદી તાલીમ છાવણીઓનો સંપૂર્ણ ખાતમો બોલાવવા આગળ વધે તેનો સમય પાકી ગયો છે.
ત્રાસવાદીઓ કોઈ પણ દયાને લાયક નથી. ભૂતકાળમાં ભારતે દર્શાવેલી આવી દરિયાદિલી અસંખ્ય ભારતીયોના મોત સાથે વધુ આતંકવાદી હુમલાઓમાં જ પરિણમી છે. ત્રાસવાદીઓમાં જ ત્રાસ ફેલાવવાનો આ સમય નથી? જો તમારો ઉત્તર જોરદાર ‘હા’થી કાંઈક અલગ જ હોય તો મને શંકા જાય છે કે તમે જ એવા રોગિષ્ઠ છો જેના પર શેતાની વિચારધારાઓ ફૂલેફાલે છે.