ઈન્સ્ટિટ્યૂશનલાઈઝ્ડ હિન્દુવિરોધી ઘૃણામાં ભારે ઉછાળો?

કપિલ દૂદકીઆ Tuesday 08th April 2025 10:41 EDT
 
 

હું હાલમાં જ પોર્ટુગલમાં મારી રજાઓ વીતાવી પાછો આવ્યો છું અને જોયું કે જે વિશ્વને હું જાણતો હતો તેમાં નાટ્યાત્મક બદલાવ આવી ગયો છે. મારું ધ્યાન ખેંચે તેવું ઘણું બધું ચાલી રહ્યું છે પરંતુ, આ સપ્તાહે તો હું ઘણા હિન્દુઓ માને છે તેમ ઈન્સ્ટિટ્યૂશનલાઈઝ્ડ-સંસ્થાગત હિન્દુવિરોધી ઘૃણામાં આવેલા ભારે ઉછાળાના મુદા પર જ ધ્યાન કેન્દ્રિત કરીશ. ભૂતકાળમાં પણ મેં આ મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ,નવી લેબર સરકાર ચૂંટાઈ આવ્યા પછી એમ જણાય છે કે આપણી કોમ્યુનિટી પર હુમલો કરવા માટે હિન્દુવિરોધી બળોને લીલીઝંડી આપી દેવાઈ છે.

ગત સપ્તાહે ડેઈલી મેઈલ દ્વારા અબુલ તાહેર (તેમના સિક્યુરિટી કોરસપોન્ડન્ટ) લિખિત આર્ટિકલ પ્રસિદ્ધ કરાયો હતો જેનું મથાળું ‘બ્રિટિશ હિન્દુ એક્સ્ટ્રિમિસ્ટ્સ આર ફોર્મિંગ એલાયન્સીસ વિથ ફાર-રાઈટ ગ્રૂપ્સ ઓવર ધેર ‘કોમન હેટ્રેડ’ ઓફ મુસ્લિમ્સ’ એટલે કે ‘બ્રિટિશ હિન્દુ કટ્ટરવાદીઓ મુસ્લિમો સામે સમાન તિરસ્કારના ધોરણે કટ્ટર જમણેરી જૂથો સાથે હાથ મિલાવી રહ્યા છે’ હતું.

તમામ પ્રકારના ઈરાદા અને હેતુસરનો આ લેખ હિન્દુઓ સામે બિનજરૂરી હુમલો જ હતો. આમાં કોઈ પ્રકારની સમતુલા ન હતી, અન્ય પક્ષોની રજૂઆત ન હતી અથવા વાસ્તવિક તળિયાની હકીકતો રજૂ કરાઈ ન હતી. આર્ટિકલમાં જણાવાયું હતું કે,‘ નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ (NPCC) દ્વારા સંકલિત ગુપ્ત રિપોર્ટ જણાવે છે કે - હિન્દુ કટ્ટરવાદ – જે હિન્દુત્વ તરીકે ઓળખાય છે- કદાચ હિન્દુઓ અને મુસ્લિમ્સ અને શીખ જેવા અન્ય ધાર્મિક સમૂહો વચ્ચે સામુદાયિક સંબંધોને ખરાબ કરી નાખશે. આ અભ્યાસ નેશનલ કોમ્યુનિટી ટેન્શન ટીમ દ્વારા લખાયો છે.’ આ તો ભારે સંવેદનશીલ ઘોષણા છે. મારો તત્કાળ પ્રત્યાઘાત હતો, ‘સીક્રેટ રિપોર્ટ’? ધ નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ (NPCC)? નેશનલ કોમ્યુનિટી ટેન્શન ટીમ? આ તો એમ લાગે છે કે પોલીસ વડાઓની બનેલી છાનીછપની, ગેરકાનૂની ટીમે નેશનલ કોમ્યુનિટી ટેન્શન ટીમ દ્વારા લિખિત ‘સીક્રેટ’ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને આ રિપોર્ટ ડેઈલી મેઈલ અને મારી ધારણા મુજબ લેખકે પણ જોયો હતો.

આનાથી કેટલાક મૂળભૂત પ્રશ્નો ઉભાં થાય છેઃ

a. આવો કોઈ રિપોર્ટ છે ખરો? જો હોય તો, તેની પ્રેરણા કોણે, ક્યારે અને શા માટે આપી?

b. આ રિપોર્ટ લખનારી ટીમ કોની બનેલી હતી?

c. આ કથિત રિપોર્ટ માટે ટર્મ્સ ઓફ રેફરન્સીસ શું હતાં અને કોણે તેને સ્થાપિત કર્યા હતા?

d. આ રિપોર્ટ જેના પર આધાર રાખે છે તેના પુરાવાઓનો આધાર શું હતો?

e. શું તેમણે કોઈ હિન્દુ સંગઠન અથવા વ્યક્તિઓ સાથે પરામર્શ કર્યો હતો? જો આમ હોય તો તેઓ કોણ હતા?

f. આવા રિપોર્ટની પ્રેરણા અપાયા બાબતે સેક્રેટરી ઓફ સ્ટેટ (SoS)ને જાણકારી હતી?

g. આ રિપોર્ટની બાબતો વિશે SoSને ક્યારે જાણકારી મળી હતી?

h. જો આ રિપોર્ટ ‘સીક્રેટ’ રાખવાનો હતો તો ડેઈલી મેઈલ પાસે તે કેવી રીતે પહોંચ્યો?

i. શું રિપોર્ટ લીક થયો હતો? જો આમ હોય તો કોણે કર્યો? કે પછી તેને વ્યૂહાત્મકપણે ડેઈલી મેઈલ સુધી પહોંચાડાયો? જો આમ હોય તો કોણે પહોંચાડ્યો?

ચોક્કસપણે, આ તો મુખ્ય સવાલો જ છે જે મગજમાં આવી ગયા. એક સુગઠિત ઈન્વેસ્ટિગેશન દ્વારા પોલીસ વડાઓ, ડેઈલી મેઈલ, સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણીઓ તેમજ તેઓ જેમનું રક્ષણ કરી રહ્યાનું જણાય છે તે ઈસ્લામિસ્ટ્સ વચ્ચે કનેક્શન્સની તપાસ કરાવી જોઈએ.

મેં હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રેસિડેન્ટ શ્રીમતી તૃપ્તિ પટેલ સાથે વાત કરી અને તેમણે જણાવ્યું કે,‘અમને ડેઈલી મેઈલ સાથે ભારે નિરાશા વ્યાપી છે. તેનો એકપક્ષીય આર્ટિકલ તપાસવિહોણા અને બનાવટી હિન્દુવિરોધી નેરેટિવ સાથે હિન્દુ કોમ્યુનિટીના સારા નામને ખતમ કરી નાખવા માટે જ તૈયાર કરાયો હોવાનું જણાય છે. સૌથી કાયદાપાલક કોમ્યુનિટીને આવા અત્યંત ખરાબ હિન્દુવિરોધી તિરસ્કાર સાથે નિશાન બનાવાઈ તે ચોક્કસ જાણવા આ બાબતે સંપૂર્ણ ઈન્વેસ્ટિગેશનની જરૂર છે.’

વિનોદ પોપટે (હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ ગ્રૂપ્સના કન્વીનર) ડેઈલી મેઈલને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે,‘અમે ડેઈલી મેઈલને શુદ્ધિપત્ર પ્રસિદ્ધ કરી આ પાયાવિહોણી ટિપ્પણીઓને પાછી ખેંચવા હાકલ કરીએ છીએ.’ તેમણે ઉમેર્યું હતું કે,‘આ રિપોર્ટના ઉશ્કેરણીજનક અને ગેરમાર્ગે દોરવાના પ્રકારથી અમને ભારે ચિંતા થાય છે કારણકે તેનાથી હિન્દુ કોમ્યુનિટીની ખોટી રજૂઆત થાય છે એટલું જ નહિ, તે સામાજિક વિભાજનને વધારે છે.

બ્રિટિશ હિન્દુઓ અને ભારતીયોના સામાજિક આંદોલન INSIGHTદ્વારા પોસ્ટ કરાયું છે કે,‘ NPCCનો અતિ ‘સીક્રેટ’ રિપોર્ટ દેખીતી રીતે જ ડેઈલી મેઈલ દ્વારા મેળવાયો છે, ‘હિન્દુત્વ’ને યુકેમાં ઝળુંબતી ધમકી સ્વરૂપે બ્રાન્ડ કરાયું છે તે ગંદકીથી ખરડાયેલું, પૂર્વગ્રહિત ઉપદ્રવ છે જે કોઈ પણ ગંભીર એનાલિસ્ટને સંકોચમાં મૂકી શકે છે. તે ‘ઈન્ટેલિજન્સ’ના ઓઠાં હેઠળ સમગ્ર કોમ્યુનિટીને કલંકિત કરે છે. પુરાવા શું છે? શૂન્ય!’ INSIGHT દ્વારા હિન્દુવિરોધી ઘૃણા સંબંધે કોમ્યુનિટીના મિજાજની ચોકસાઈ કરવા બ્રિટિશ હિન્દુઓનો સરવે હાથ ધરાયો છે. તમે https://insightuk.org/anti-hindu-hate-survey મારફત આ સરવેમાં ભાગ લઈ શકો છો.

હિન્દુ કોમ્યુનિટીએ ઠાલવેલો રોષ વાજબી છે. આપણે એવા સમયમાં રહીએ છીએ જ્યાં સરકાર પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ બાબતે વૈધાનિક ઈન્ક્વાયરીની પરવાનગી આપતી નથી. એવા સમયમાં છીએ જ્યારે હોમ સેક્રેટરી સજા જાહેર કરવા દ્વિસ્તરીય ગાઈડલાઈન્સ દાખલ કરવા માગે છે જેથી શ્વેત ક્રિમિનલ્સને વધુ લાંબી સજાઓ મળે અને બિન-શ્વેત ક્રિમિનલ્સને હળવી સજા અપાય તેવી થોડી રાહત આપી શકાય. લેબર પાર્ટી અને સાથે સંકળાયેલી સરકારે સાર્વત્રિક નિંદા કરાયેલી ઈસ્લામોફોબિયાની વ્યાખ્યા અપનાવી છે. મુસ્લિમ કોમ્યુનિટીને સપોર્ટ કરવા લાખો પાઉન્ડ્સની ફાળવણી કરાઈ છે જ્યારે અન્ય ધર્મોની ઘણી કોમ્યુનિટીઓને તો લગભગ કશું જ મળશે નહિ.

આ લેબર સરકારની પ્રાથમિકતા અગાઉની સરખામણીએ ઘણી સ્પષ્ટ થઈ ગઈ છે. તેની પ્રાથમિકતા કટ્ટરવાદીઓ, બળાત્કારીઓ, ભ્રષ્ટ રાજકારણીઓ અને તડજોડ કરનારી સંસ્થાઓને રક્ષણ આપવાની છે. એમ જણાય છે કે લેબર પાર્ટીની અંદર જ પર્દાફાશ કરાયેલા વ્યાપક એન્ટિસેમેટિઝમ-યહુદીવિરોધ સાથે તેમણે જે ઉપદ્રવ ઉભો કર્યો હતો તેમાંથી પણ તેઓ કશું શીખ્યા નથી. હવે લાગે છે કે હિન્દુઓનો વારો આવ્યો છે.

મેં સાંસદ ક્રિસ ફિલિપ્સ (શેડો હોમ સેક્રેટરી)ને પત્ર લખ્યો હતો અને મિનિસ્ટરિયલ સ્તરે આ ગંભીર મુદ્દાને ઉઠાવવા તેમજ રિપોર્ટના તમામ પાસાઓ અને તેના લીક થવા વિશે તપાસની માગણી કરવા જણાવ્યું હતું. મેં સાંસદ બોબ બ્લેકમેનને આ રિપોર્ટ વિશે માહિતી આપી હતી અને મને જણાવતા ખુશી થાય છે કે તેમણે પાર્લામેન્ટમાં આ મુદ્દે રજૂઆત કરી જ છે. બોબ બ્રિટિશ હિન્દુઓ માટે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG)ના અધ્યક્ષ છે અને આ બાબત પાર્લામેન્ટરી સિસ્ટમની સંપૂર્ણ તાકાત સાથે હાથ ધરવામાં આવે તે આવશ્યક છે.

હવે તો મને દેખાઈ જ રહ્યું છે કે આપણી અગ્રેસર સંસ્થાઓમાંથી કેટલીક હિન્દુઓ, યહુદીઓ જેવી ચોક્કસ કોમ્યુનિટીઓ સામે લક્ષ્યાંકિત રેસિઝમનો વ્યવહાર આચરી રહી છે. આવી સંસ્થાઓ સૌથી વધુ અપરાધ કોણ કરી રહ્યા છે તે વિશે પોતાના જ ડેટાને અવગણી રહી છે. આપણી જેલોમાં હિન્દુઓ અને યહુદીઓની સંખ્યા સૌથી ઓછી હોવાના ચોકસાઈ થઈ શકે તેવા પુરાવા હાજર છે. જોકે, આપણી જેલોમાં આશરે 16,000 મુસ્લિમો હોવાની બાબત અત્યંત ગંભીર છે. લેબર રાજકારણીઓ, પોલીસ વડાઓ અને ડેઈલી મેઈલમાં રહેલા કેટલાક લોકો એમ માનતા હોય કે કોઈ પુરાવા વિના જ હિન્દુઓ પર હુમલાઓ કરવાથી તેઓ ખુદ બહેતર દેખાશે તો તેઓ મૂર્ખાઓના સ્વર્ગમાં રાચી રહ્યાં છે તેમ કહેવું અસ્થાને નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter