કોઈ પણ રાષ્ટ્ર તેની જનતા માટે સાચા અર્થમાં લોકશાહી બની રહેવા ઈચ્છતું હોય તો તેણે ચોકસાઈ રાખવી જ જોઈએ કે તેના તમામ નાગરિકો માટે એક જ કાયદો હોય, એવું રાષ્ટ્ર જે તમામ માટે સમાન ન્યાયની ખાતરી આપે, એવું રાષ્ટ્ર જે સમાજના તમામ સ્તરે મહાનતાની આશા રાખે અને પ્રેરણા પૂરી પાડે. આમ કરવા માટે દેશે તેના ખોટી રીતે વિચારાયેલા દેશવિરોધી લેજિસ્લેશનને તિલાંજલિ આપવી જોઈએ જે તેના પોતાના જ નાગરિકોનું શોષણ કરવા ઘડાયા હોય.
ભારત બુદ્ધિહીન ભ્રષ્ટાચારી લેજિસ્લેશન-કાયદાઓનો વારસો ધરાવે છે જેને સમાજના તમામ વર્ગોના કરોડો લોકોના નાગરિકતા અધિકાર છીનવી લેવાની પરવાનગી મળેલી છે. આ કાયદા જમ્મુ અને કાશ્મીરમાં ગેરબંધારણીય આર્ટિકલ 370થી માંડી વકફ (Waqf) એક્ટ, 1995 સુધી વિસ્તરેલા છે. કોંગ્રેસ પોતાની વોટબેન્ક સુરક્ષિત બનાવી રાખે તેની ચોકસાઈ માટે એક ધાર્મિક સમૂહને સંતુષ્ટ કરવા માટે વકફ એક્ટ દાખલ કરવામાં આવ્યો હતો. શું તમે એવા કાયદાની કલ્પના પણ કરી શકો છો કે તેને ધાર્મિક સમૂહ તેની ઈચ્છાનુસાર, સંપૂર્ણ સત્તા સાથે કોઈ પણ સંપત્તિની ચોરી કરી શકે અને તે પણ કાનૂની રીતે તે મુજબ ઘડવામાં આવ્યો હોય! આપણે મુસ્લિમ કોમ્યુનિટી વિશે વાત કરી રહ્યા છીએ. મને તો એ વાતે પણ આઘાત લાગ્યો છે કે મુસ્લિમ સમુદાયે પણ આવો કાયદો સ્વીકારી લીધો છે.
એક સમુદાય તરીકે ચોક્કસપણે તેમની પાસે સદાચાર અને નૈતિકતાના કોઈ સિદ્ધાંત હોય જે તેમને જણાવે કે અન્ય ધાર્મિક સમૂહો પર આટલી બધી સત્તા આપતો કાયદો ખરેખર તો ભ્રષ્ટાચારથી જરા પણ ઓછો ઉતરતો નથી. જે ધર્મ પોતાને પવિત્ર અને શાંતિપૂર્ણ હોવા વિશે દાવા આગળ ધરતો હોય તે કેવી રીતે દેશના બહુમતી નાગરિકોને કમજોર બનાવતો આવો વિકૃત-હાસ્યાસ્પદ કાયદો સ્વીકારી પણ શકે?
આથી મને જાણીને ઘણો આનંદ થયો છે કે વડા પ્રધાન મોદીએ આખરે પાર્લામેન્ટ સમક્ષ ‘ધ વકફ બોર્ડ (એમેન્ડમેન્ટ) બિલ, 2024 રજૂ કર્યું છે. જોકે, મારા મત અનુસાર તો તે મોટી સમસ્યાના નિરાકરણમાં નિષ્ફળ ગયું છે. લોકસભામાં આ ખરડો 8 ઓગસ્ટ, 2024ના દિવસે રજૂ કરાયો હતો જે વકફ એક્ટ, 1995માં સુધારો કરે છે. આ એક્ટ ભારતમાં વકફની પ્રોપર્ટીને નિયંત્રિત કરે છે તેમજ વકફને મુસ્લિમ કાયદા હેઠળ પવિત્ર, ધાર્મિક અથવા સખાવતી ગણાય તેવા હેતુસર સ્થિર અથવા જંગમ પ્રોપર્ટી માટેના ફંડ-રોકાણ સ્વરૂપે વ્યાખ્યા કરે છે. દરેક રાજ્યોએ વકફના સંચાલન માટે વકફ બોર્ડની રચના કરવાની રહેશે. આ બિલ કાયદાને ‘યુનાઈટેડ વકફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિસિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ, 1995’નું નવું નામ આપે છે જેનો અર્થ થાય છે કે વકફ યથાવત રહેશે પરંતુ, થોડા ઘણા બદલાયેલાં સ્વરૂપ સાથે.
હું આ સુધારામાં ટુકડે ટુકડે પ્રક્રિયાની તરફેણ કરતો નથી. આનું કારણ એ છે કે આર્ટિકલ 370ને સંપૂર્ણ નાબૂદ કરી શકાયો એટલા માટે કે એક જ ઝાટકે તેની ‘સંપૂર્ણ નાબૂદી’ થઈ હતી. વકફમાં સૂચિત સુધારો હજુ પણ અસમાનતાના કેન્દ્રીય વિચારને જાળવી રાખે છે. એવી અસમાનતા જ્યાં એક ધર્મ કે આસ્થાને અન્ય તમામ ધર્મો કે આસ્થા પર અભૂતપૂર્વ સત્તા અને અંકુશની છૂટ મળે છે.
સમાજના તમામ વર્ગો થકી વ્યક્ત કરાયેલા રોષના કારણે જોઈન્ટ કમિટી ઓફ પાર્લામેન્ટ ઓન વકફ (એમેન્ડમેન્ટ) બિલ, 2024 દ્વારા જાહેર જનતા, એનજીઓ, નિષ્ણાતો, હિસ્સેદારો અને સંસ્થાઓ પાસેથી મંતવ્યો અને સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતના નાગરિકો પોતાના મંતવ્યો જણાવી શકે તે માટે 15 દિવસનો સમય અપાયો છે. હું જાણું છું કે વકફને યથાવત જાળવી રાખવાની તરફેણ કરનારાઓ વધુ સજ્જ અને સાધનસંપન્ન છે. તેઓ પોતાની સેંકડો સંસ્થાઓના નેટવર્ક્સ મારફતે અનેકગણી રજૂઆતો મોકલી આપશે તેમાં કોઈ શંકા નથી. હું તો આશા રાખીશ કે અન્ય કોમ્યુનિટીઓ પણ વધુ સુગઠિત રહેશે અને વારસામાં પ્રાપ્ત ગેરબંધારણીય, અન્યાયી, અનૈતિક અને અસ્વીકૃત કાયદાને નાબૂદ કરાવવા ઈચ્છશે.
જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી માટે મારી સલાહ ઘણી સીધીસાદી છેઃ
A. વકફ એક્ટ, 1995ને સંપૂર્ણપણે નાબૂદ કરી નાખો.
B. દરેક રાજ્યમાં તમામ વકફ બોર્ડ્સને પણ નાબૂદ કરો.
C. કહેવાતા કાયદાની જોગવાઈઓ હેઠળ વકફ દ્વારા મેળવાયેલી તમામ સંપતિ તત્કાળ રીતે સરકારની માલિકીની પ્રોપર્ટી બની જવી જોઈએ.
D. જપ્ત કરાયેલી સંપતિનું શ્રેષ્ઠ પુનઃવિતરણ કેવી રીતે કરી શકાય અને જે લોકોનું શોષણ કરાયું છે તેમને શ્રેષ્ઠ વળતર કેવી રીતે આપી શકાય તે તપાસવા નેશનલ કમિશનની રચના રચના કરો.
એમેન્ડમેન્ટ બિલમાં જ જ્યાં સરકારી પ્રોપર્ટીને વકફ જાહેર કરાઈ હોય તે સંબંધે આધારરૂપ દૃષ્ટાંત છેઃ ‘કે કોઈપણ સરકારી પ્રોપર્ટીને વકફ તરીકે ઓળખાવાઈ હશે તો તે આમ થવાનું બંધ થઈ જશે’ આનો અર્થ એ થાય છે કે આ બિલ એક જ ઝાટકે તમામ સરકારી પ્રોપર્ટીઝ પાછી લઈ લેશે. જો આમ હોય તો આ જ તર્ક વકફ હેઠળ ચોરી લેવાયેલી અન્ય તમામ સંપત્તિને શા માટે લાગુ ન કરી શકાય?
પશ્ચિમી પેમાસ્ટર્સની જીહજૂરી કરતા રાષ્ટ્રવિરોધીઓ આ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ દેશને નીચાજોણું કરાવવામાં અને અરાજકતા ફેલાવવામાં કરશે તે બાબતે જરા પણ શંકા નથી. જોકે, સમગ્ર સમાજને ન્યાય મળી શકે તે માટે પણ દેશે ઘણી વખત આવી દુશ્મનાવટ કે વિરોધને સહન કરવો પડે છે.
કોઈએ પણ એમ કહ્યું નથી કે ‘એક રાષ્ટ્ર, એક જનતા અને એક જ કાયદો’ની બાબત સહેલી રહેશે. આ તો બધા ભારતીયોએ સમજવાની વાત છે કે ગેરબંધારણીય અને અન્યાયી કાયદાને ફગાવી દેવો તે તેમના જ હિતમાં છે. મુસ્લિમ કોમ્યુનિટી તેનો કેવો પ્રતિભાવ આપે છે તે તેમની સત્યનિષ્ઠા, ઈમાનદારી અને દેશ પ્રત્યે વફાદારીની વ્યાખ્યા કરતી ક્ષણ બની રહેશે.