લંડનઃ પરગ્રહવાસી- એલિયન્સ સભ્યતાઓ સાથે સંદેશા વ્યવહાર કરવાના નવા પ્રયાસ તરીકે નાસા ( NASA )સંશોધકો ન્યૂડિસ્ટ કેમ્પ ખાતે મૈત્રીપૂર્ણ સ્વાગત સમિતિની માફક હાથ હલાવી રહેલા નગ્ન સ્ત્રી અને પુરુષ સાથેની ઈમેજ સ્ટાર્સ તરફ મોકલી રહ્યા છે. યુએસ, નેધરલેન્ડ્સ અને ચીનના મેથેમેટિશિયન્સ અને એસ્ટ્રેફીઝિસિસ્ટ્સની સાથે કાર્યરત નાસાના સંશોધકોએ ‘’Beacon in the Galaxy” (BITG) ’પ્રોજેક્ટના ભાગરૂપે એક સંદેશો તૈયાર કર્યો છે જેની સાથે આ ઈમેજ પર મોકલાશે. ટ્રાન્સમિશનની સાથે વિશાળ થનારી આ ડિઝાઈન 1974માં તૈયાર કરાઈ હતી અને હવે પ્યુર્ટો રિકોના આરેસિબો (Arecibo) રેડિયો ટેલિસ્કોપ મારફત અવકાશમાં મોકલવામાં આવશે.
આકાશ ગંગા (Milky Way)ના જે વિસ્તારમાં બુદ્ધિશાળી જીવન વ્યાપી રહ્યું હોવાની સંભાવના છે તે સ્થળે આ સંદેશો મોકલાશે. બાઈનરી કોડમાં મોકલાનારો આ સંદેશો પાયાના ગાણિતિક અને ભૌતિક વિચારો દર્શાવશે એને જે સમયે સંદેશો મોકલાયો છે તેની વિગતો પણ આપશે. આ સમયની ગણતરી હાઈડ્રોજન એટમ્સના ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન થકી મેળવાયેલા યુનિટમાં યુનિવર્સની વયના આધારે કરવામાં આવી છે.
આ સંદેશામાં સમજાવાયું છે કે માનવીઓ-હ્યુમન્સનું નિર્માણ કાર્બન્સ થકી થયેલું છે. આ ઉપરાંત, DNA તેમજ ‘માનવીઓના બેઝલ મેકએપ-basal makeup of humans’ એટલે કે ‘મનુષ્યોની મૂળભૂત બનાવટ’નું વર્ણન કરાયેલું છે. સાંકેતિક બાઈનરી ઈમેજમાં માનવી કેવાં દેખાય છે તે પુરુષ અને સ્ત્રીની ડિજિટાઈડ ઈમેજથી પરગ્રવાસીઓને સમજાવવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત, પદાર્થ નીચે પડતો હોય તેવો ડાયાગ્રામ પણ મૂકાયો છે જેથી ઈમેજને સાચી રીતે જોવાની એલિયન્સને સમજ પડી શકે. સંશોધકો વર્ષોથી બ્રહ્માંડમાં કોઈ સજીવ વસ્તી વસે છે કે કેમ તેની તપાસ કરતા રહ્યા છે. આ બાબતે ઘણા પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યા છે. એમ મનાય છે કે પૃથ્વીવાસીઓની સરખામણીએ પરગ્રહવાસીઓ ઘણા બુદ્ધિશાળી, ટેકનોલોજીસમાં ઘણા આગળ છે પરંતુ, એલિયન્સ છે કે નહિ તેના કોઈ પુરાવા હજુ સુધી સાંપડ્યા નથી.