કેર સ્ટાર્મરની સરકાર આશરે 50 દિવસથી સત્તા પર છે. મેં અગાઉ લખ્યું હતું કે અસત્યો અને જૂઠાં વચનોનાં બેન્ડવેગનમાંથી થોડાં જ વર્ષોમાં પૈડાં બહાર નીકળી જાય તે આપણને જોવાં મળશે. મને ત્યારે સમજાયું ન હતું કે તે આટલા થોડાં સમયમાં જોવાં મળશે. કેર ચોક્કસપણે આટલી વિશાળ બહુમતી હાંસલ કરવામાં ભાગ્યશાળી નીવડ્યા છે અને પ્રામાણિકતાથી કહીએ તો જો તેઓ આપણા દેશ માટે સારા વ્યૂહાત્મક નિર્ણયો લેશે તો આ કટ્ટરવાદીઓ અને તેમની ખુદની પાર્ટીના જહાલવાદીઓની અવગણના કરીને પણ તેઓ સાંગોપાંગ બહાર નીકળી શકશે. મને ડર છે કે તેઓ નબળા પડી જશે અને આ દેશ માટે સૌથી ખરાબ કરી શકે તેટલી છૂટછાટ-ઘણી બધી આઝાદી તેમને આપી દેશે.
લેબર પાર્ટી એવું લેજિસ્લેશન તૈયાર કરવાની કગાર પર છે જે જૂથોને ‘અધિકારો’ આપશે જેનાથી વાણીસ્વાતંત્ર્યને અવરોધી દેવાય અને બહુમતીના માનવાધિકારોની ઉપેક્ષા કરી શકાય. એવો વાજબી ભય પણ છે કે કેર ટેરરિઝમ અને અરાજકતા સાથે કડીઓ ધરાવતા તત્વોના તુષ્ટિકરણ માટે આપણી ફોરેન પોલિસી સાથે બાંધછોડ પણ કરશે. આ યાદી ઘણી લાંબી થઈ શકે પરંતુ, આટલું કહેવું પૂરતું થઈ રહેશે કે શાથી આપણા દેશ માટે હવે ડર અનુભવવા જેવું છે.
શું હું એક જ છું કે તમારામાંથી પણ કોઈએ આવો પ્રશ્ન ઉઠાવ્યો છે,‘કટ્ટરવાદીઓ ઈસ્લામિક ઝનૂનીઓ, એક્સ્ટેન્શન રિબેલિયનના અરાજકતાવાદીઓ, બ્લેક લાઈવ્ઝ મેટરના ગૂંડાતત્વો આપણા શહેરો, નગરોમાં તોફાને ચડી આ દેશના પોતના તાણાવાણાનો નાશ કરી રહ્યા હતા ત્યારે પોલીસ અને જસ્ટિસ સિસ્ટમ ક્યાં હતાં? પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ દ્વારા અસલામત શ્વેત છોકરીઓ અને મહિલાઓનું યૌનશોષણ કરાતું હતું ત્યારે તેઓ ક્યાં હતાં?
આમ છતાં, જ્યારે શ્વેત કટ્ટર જમણેરીઓ (હું થોડા વિચાર સાથે કહું છું કારણકે હું માનું છું કે આ લોકોમાંથી કેટલાક તો સામાન્ય બ્રિટિશ નાગરિકો હતા જેમણે સરકારમાંથી વિશ્વાસ ખોઈ નાખ્યો છે) વિરોધ કરવા બહાર નીકળ્યા તો તેમને મારપીટ કરવા, તેમની ધરપકડ કરવા અને લાંબી મુદત સુધી જેલભેગા કરવા દરેક લો એન્ફોર્સમેન્ટ સાધનસમાગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો.
જોકે, હવે દેશમાં બે કાયદા ચાલતા હોવાનું જણાય છે. જો તમે ઈસ્લામિસ્ટ અથવા તો ડાબેરી અરાજકતાવાદી અથવા યુનિયનિસ્ટ હશો તો કાયદો આંખો બંધ કરી લેશે. જ્યારે ઈસ્લામિક કટ્ટરવાદીઓએ લેસ્ટરમાં હિન્દુઓ પર હુમલો કર્યો ત્યારે પોલીસે આંખો બંધ કરી લીધી હતી. વાસ્તવમાં તેઓ ફેક ન્યૂઝ ફેલાવવાના એજન્ટ્સ બની ગયા જેના થકી હિન્દુવિરોધી નફરતની આગ ભડકાવાઈ હતી. આપણી પાસે હવે એવી સરકારી મશીનરી છે જે હિન્દુઓની ઉપેક્ષા કરવા અને હિન્દુવિરોધીઓને મદદ કરવા કામે લગાડાય છે. જ્યુઈશ કોમ્યુનિટી પણ દાયકાઓથી આ જ સિદ્ધાંતોનો સામનો કરી રહેલ છે.
આ સપ્તાહે જ લેબર પાર્ટીની શક્તિશાળી નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી (NEC)ના સભ્ય મિશ રહેમાને કહ્યું છે કે પાર્ટી ‘રેસિઝમ અને ઈસ્લામોફોબિયાને ઉકેલવા અક્ષમ’ હતી. આશરે 20 વર્ષ પહેલા લેબર પાર્ટીના પાળાના તૂટવાની શરૂઆત થઈ હતી. આજે જે લોકો લેબર પાર્ટીને પોતાના કટ્ટરવાદના સાધનમાં તબદિલ કરવા માગે છે તેમણે દરેક જગ્યાએ પગપેસારો કરી લીધો છે. પાળામાં આ ભંગાણ પહોળું કરવા માટે સુનિયોજિત હુમલાઓ વધતા જશે તેના આપણે સાક્ષી બની રહીશું. તેમનું લક્ષ્ય લેબર પાર્ટીને વિકૃતિની વિચારધારાથી ભરી દેવાનું છે.
એમ જણાય છે કે APPG ફોર મુસ્લિમ્સ (જે મુખ્યત્વે લેબર સાંસદો સંચાલિત છે)ની સહાયથી મુસ્લિમો પણ ‘ઈસ્લામોફોબિયા’ની બાંધછોડયુક્ત વ્યાખ્યાને કાનૂની માર્ગે દાખલ કરવાનું દબાણ કરવા ઈચ્છે છે. અસંખ્ય લેબર કાઉન્સિલોએ તો તેને અપનાવી લીધી છે પરંતુ, એક વખત જ્યારે તે કાનૂની સિસ્ટમનો હિસ્સો બની જાય તે પછી કોઈને પણ ઈસ્લામિસ્ટ્સ વિશે ચિંતાના સૂર ઉઠાવવાની પરવાનગી નહિ મળે. વાણી સ્વાતંત્ર્યનો આપણો અધિકાર છીનવાઈ જશે. ઈસ્લામિક કટ્ટરવાદીઓને કોઈ પણ પડકાર કે આધાર વિના આ દેશમાં દરેક સંસ્થાઓ પર હુમલાઓ કરવાની લીલી ઝંડી મળી જશે. જો કોઈ આ ઈસ્લામિસ્ટ વિચારધારાની નિરંકુશતા સામે અવાજ ઉઠાવવાની હિંમત કરશે તેની નફરત ફેલાવવાના આધાર પર ધરપકડ કરી લેવાશે. એવી પણ સંભાવના છે કે કટ્ટરવાદીઓનો સામનો કરવા અને સત્ય બોલવા માટે ધરપકડ કરાઈને જેલભેગા થનારા અગ્રહરોળના લોકોમાં હું પણ એક હોઈશ.
હોમ સેક્રેટરી યેવેટ્ટ કૂપરે સ્ત્રીદ્વેષ સહિત ‘કટ્ટરવાદી વિચારધારાઓ’ દ્વારા ધમકીઓનો સામનો કેવી રીતે કરી શકાય તેના વિશે કાઉન્ટરટેરરિઝમ સ્ટ્રેટેજીની સમીક્ષાનો આદેશ આપી સંભવતઃ આશાનું એક કિરણ દર્શાવ્યું છે. હું સંભવતઃ કહું છું કારણકે જો સમીક્ષા યોગ્યપણે કરાશે તો જ સ્ત્રીદ્વેષને પ્રોત્સાહિત કરતી અને તેને ઊજવતી ઈસ્લામિસ્ટ વિચારધારા આખરે નિયંત્રિત કરી શકાશે અને હજારો સ્ત્રીઓ અને બાળકોનું તેમના ગુલામીપૂર્ણ અસ્તિત્વમાંથી રક્ષણ કરી શકાશે. જોકે, આ દેશને નાગરિક અશાંતિના બાહ્ય અને આંતરિક એજન્ટ્સથી બચાવી શકવાનો લેબર સરકાર પરનો મારો વિશ્વાસ ઘણો ઓછો છે.
એક વાત તો સાચી જ છે કે કોઈ પણ દેખાવકાર સામાન્ય નાગરિક માટે ન્યૂસન્સ ઉભું કરે, હિંસાના કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરે તેમજ જાહેર અથવા ખાનગી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડે તેને જેલ થવી જ જોઈએ. હું તો હેટ માર્ચર્સ, સોશ્યાલિસ્ટ અરાજકતાવાદીઓ અને ડાબેરી કહેવાતા વોક વિરોધપ્રદર્શનકારીઓ તરફ એકસમાન અસહિષ્ણુતા દર્શાવાય તે જોવા ઈચ્છું છું. એક રાષ્ટ્ર ન્યાય પૂરો પાડવાના માર્ગ થકી જનતાને વિભાજિત કરે છે તે આખરે નિષ્ફળતાને વરે છે. નાગરિક અસંતોષથી સમગ્રપણે અનિયંત્રિત નાગરિક રોષ તરફના કદમ ઘણા યોગ્ય છે. હું સરકારને કહેવા માંગીશ કે તમારા જોખમે અને હિસાબે જ ભેદભાવ-વિભાજનની આગ સાથે ખેલ ખેલજો.