આ સપ્તાહે હું વધુ એક જન્મદિવસની ઊજવણી કરીશ. મિત્રો, આ વાત સાચી જ છે. કેક પર વધુ એક મીણબત્તી લાગી જશે. કેક પર અસંખ્ય મીણબત્તી જોઈને તમે કહી શકો કે આ તો ભડકે બળતી આગ છે. ઘણી વખત આવા સમયે જીવનનો શું અર્થ છે તે વિશે વિચારતા થઈ જવાય છે, આપણું પોતાનું જીવન, અન્યોનું જીવન તેમજ પરિવાર, મિત્રો, સહયોગીઓ અને પરિચિતો સાથે આદાનપ્રદાન વિશે વિચારો આવતા રહે છે. ઘણી વખત કોઈ ધારી લે છે કે વય વધવાની પ્રક્રિયા સાથે ડહાપણ પણ આવે છે; જોકે, વ્યક્તિ વૃદ્ધ થતી જાય તેની સાથે ડહાપણ પણ આવે તે નિશ્ચિત હોવું આવશ્યક નથી. કદાચ આપણી પાસે ફરી અને ફરી, એક જ જાતની ભૂલો કરવાનો સમય વધી જાય છે! હું માનું છું કે હું આ બંને અંતિમ છેડાઓની મધ્યમાં કોઈ જગાએ છું, ઓછામાં ઓછું હું તો આવી જ આશા ધરાવું છું!
આ પછી, મને એવી યાદ અપાવાઈ (સમયસર જ) કે આ જ સપ્તાહમાં મારી પત્ની સાથે લગ્નનાં 40 વર્ષની ઊજવણી પણ કરાવાની છે. આ તો ખરેખર આજીવન કેદ જ છે!
યુકેમાં અને મને શંકા છે કે વિશ્વમાં પણ આ ચાર દાયકામાં જીવનમાં નાટ્યાત્મક પરિવર્તન આવી ગયું છે. મેં 10 પ્રાઈમ મિનિસ્ટર્સ, સાત ટોરીઝ અને ત્રણ લેબર પ્રાઈમ મિનિસ્ટર જોયા છે. ટોરી પાર્ટી બે તબક્કામાં લગભગ 27 વર્ષ સુધી સત્તામાં રહી અને લેબર પાર્ટી સેન્ડવિચના પૂરણની માફક આશરે 13 વર્ષ સત્તામાં રહી. આ સમયગાળામાં જે પ્રાઈમ મિનિસ્ટરોએ મારા પર છાપ છોડી છે તેમાં આયર્ન લેડી માર્ગારેટ થેચર અને ચીઝી સ્માઈલ સાથેના ટોની બ્લેર જ છે. સૌથી ખરાબ પ્રાઈમ મિનિસ્ટર્સમાં ગોર્ડન બ્રાઉન અને લિઝ ટ્રસના નામ છે. બાકીના વડા પ્રધાનો સફળતા અને નિષ્ફળતાની વિવિધ માત્રા સાથે કોઈ સ્થળે ગોઠવાયેલા છે. ફૂગાવાનું પ્રમાણ 40 વર્ષ અગાઉ 5 ટકા હતું, આજે 2 ટકા છે. આ સમયગાળામાં સર્વોચ્ચ ફૂગાવો 11.6 ટકા હતો અને સૌથી નીચો -0.5 ટકા હતો. ખરેખર, એક પોઈન્ટ પર આપણે વાસ્તવિક કિંમતો ઘટાડવામાં સફળ રહ્યા હતા. અગાઉ, બેરોજગારી 11.3 ટકા હતી, આજે 4.4 ટકા છે. પાઉન્ડનું સરેરાશ મૂલ્ય 2.30 ડોલર હતું જ્યારે આજે તે આશરે 1.26 ડોલર છે. ઈમિગ્રેશન અને માઈગ્રેશન ડેટા દર્શાવે છે કે 40 વર્ષ અગાઉ નેટ માઈગ્રેશન -55000 હતું. હા, વધુ લોકો યુકે આવવાના બદલે છોડી જતા હતા. આજે નેટ માઈગ્રેશન આશરે 685,000 જેટલું છે. નોંધી રાખો કે આમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ ગણતરીમાં લેવાયા નથી. એમ કહેવું સલામત ગણાશે કે 40 વર્ષ અગાઉ માઈગ્રેશન રિચર સ્કેલ પર તે નોંધી શકાય તેના કરતાં પણ નીચું હતું. આજે હાલત એવી છે કે માસિક અંદાજો જાહેર થાય છે ત્યારે વાર્ષિક ધરતીકંપો જોવા મળે છે. 1980 દાયકાના સમયગાળામાં યુકેની વસ્તી આશરે 56 મિલિયન હતી જ્યારે આજે તે 68 મિલિયન છે એટલે કે 12 મિલિયનનો જંગી વધારો થયો છે. ચોક્કસપણે દેખીતા વંશીય જૂથો મીડિયા તરફથી ઘણું ધ્યાન ખેંચી રહ્યા છે અને અદૃશ્ય જૂથો (શ્વેત યુરોપિયન્સ, અમેરિકન્સ, કેનેડિયન્સ, ઓસ્ટ્રેલિયન્સ વગેરે)ની ઉપેક્ષા થતી રહે છે. એમ કહેવું વાજબી રહેશે કે આ બંને જૂથોમાં જંગી વધારો થયો છે પરંતુ, એક જૂથ સમાજમાંથી કેટલાકના રોષનો ભોગ બને છે કારણકે તેઓ સહેલાઈથી ઓળખી શકાય તેવા છે.
આ ચાર દાયકામાં મુખ્ય નામો આપીએ તો આર્જેન્ટીના, ઈરાન, સીરિયા, ઈરાક, બોસ્નીઆ, સર્બીઆ, કોસોવો, યુગોસ્લાવિઆ, સીએરા લીઓન, અફઘાનિસ્તાન અને લિબિયા સાથે બ્રિટનના યુદ્ધો થયા હતા. જો તમે ઊંડા ઉતરશો તો હજુ ઘણા દેશો સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ હસ્તક્ષેપોના વ્યાપક બ્રિટિશ ફૂટપ્રિન્ટ્સ જોવા મળશે.
તો હું મારા જન્મદિવસની કેકની સ્લાઈસ કાપું છું ત્યારે આ ચાર દાયકામાં જીવન કેટલું બદલાયું તેના પર વિચાર કરતા મારી જાતને રોકી શકતો નથી. શું આપણે વધુ ખુશ છીએ? ડિપ્રેશન અને આત્મહત્યા દરોની આંકડાકીય માહિતી પર નજર કરીએ ત્યારે મારે કહેવું પડશે કે સાચી ખુશીનો વાસ્તવિક અર્થ બદલાઈ ગયો છે. આપણે એકસંપ છીએ? હું આમ માનતો નથી. આપણે આપણા સમગ્ર દેશમાં વિવિધ જૂથો નિહાળીએ છીએ જેમનું એક માત્ર કાર્ય દેશ અને તેની એકતાની અવમાનના કરવાનું જ છે. શું આપણે સલામત છીએ? હું આમ માનતો નથી કારણકે દરેક ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ થકી સ્પષ્ટ દેખાય છે કે સમાજમાં તોફાની તત્વો નોંધપાત્રપણે વધ્યા છે.
હું નિરાશા સાથે સમાપન કરવા ઈચ્છતો નથી. કેટલાક ઘણા સારા મુદ્દાઓ પણ છે. સ્પોર્ટ્સમાં આપણી સિદ્ધિઓ ઘણી રીતે માપી શકાય અને આનંદિત કરે તેવી છે. કોવિડ જેવા મુશ્કેલ સમયગાળામાં પણ આપણે આપણી ઈમર્જન્સી સર્વિસીસને બિરદાવવા બહાર નીકળી આવ્યા હતા અને રસોડાના વાસણોના અવાજથી વાતાવરણને ગુંજવી નાખ્યું હતું. આપણે ભૂલીએ નહિ કે તમામ આધુનિક પાશ્ચાત્ય લોકશાહીઓમાં બ્રિટન જ ઘણી મહિલા પ્રાઈમ મિનિસ્ટર તેમજ એક વર્ણના પ્રાઈમ મિનિસ્ટર વિશે દાવો કરી શકે છે.
હું વિચારું છું કે વય વધવા સાથે વ્યક્તિ એક બોધપાઠ શીખે છે કે જ્યારે જીવન તમારી સામે લીંબુ ફેંકે ત્યારે તેમાંથી જ લેમોનેડ કેવી રીતે બનાવી શકાય તે શીખી લેવાનો આઈડિયા સારો કહેવાય. બધાં જ ખુશ રહો, આનંદિત રહો.