તમે ટહુક્યાં ને...

આપણી કવિતાનો અમર વારસો...

- ભીખુભાઈ કપોડિયા Wednesday 15th January 2025 07:59 EST
 
 

આ સપ્તાહે વાંચો ભીખુભાઈ કપોડિયાની રચના...

(જન્મઃ તા. 8-7-1949)

જન્મ કપોડા. (ઈડર) ‘અને ભૌમિતિકા’ કાવ્યસંગ્રહ (1998)

•••

તમે ટહુક્યાં ને...

તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું...

ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું...
લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો’ સારસની જોડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે, ઉ૨ મારું ઼
વાંસળીને જોડ માંડે હોડ.
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છેડ્યું કે કુંજમાંથી ઝરણું દડ્યું...
મોરના તે પીંછામાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ ક્યાંય,
એવી વનરાઈ હવે ફાલી,
સોનલ ક્યાંય તડકાની લ્હાય નહીં ઝાંય.
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં...ય
વન આખું યે લીલેરા બોલે મઢ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter