ભારતમાં અને ખાસ કરીને દિલ્હીમાં 8 ફેબ્રુઆરી 2025નો દિવસ લાંબા સમયગાળા સુધી યાદ રાખવામાં આવશે. આ એ દિવસ હતો જ્યારે ધોખેબાજ અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં તેની રાજગાદી પરથી હકાલપટ્ટી કરી દેવાઈ. એક દાયકા સુધી દિલ્હીની જનતા ભારે મૂર્ખ રમતમાં ફસાયેલી રહી હતી. તેમણે બનાવટી વચનો અને અણઆવડતોના ધૂર્ત વેપારીને ખોબલા મત આપી સિંહાસન પર બેસાડ્યો અને પોતાની મૂર્ખતાના પરિણામો સહન કર્યાં.
આખરે તેઓ જાગી ગયા અને 8 ફેબ્રુઆરીએ આપણને ખબર પડી કે દિલ્હીની જનતાએ કેજરીવાલને નકારી કાઢ્યો અને એટલું જ નહિ, આ પ્રકિયામાં તેનો સંપૂર્ણપણે નાશ કરી દીધો. ઘા પર મીઠું ભભરાવવામાં આવે તેમ તેણે પોતાની બેઠક પણ ગુમાવવી પડી. જરા કલ્પના તો કરો, એક રાજકીય પક્ષના નેતાએ પોતાની જ બેઠક પર પરાજયનો કડવો ઘૂંટડો પીવો પડ્યો. સતત ખાંસતા રહેતા કહેવાતા રાજકીય ઉસ્તાદને બધા ઓળખી ગયા અને આ પ્રક્રિયામાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને માત્ર બહુમતી હાંસલ નથી થઈ પરંતુ, પોતાને વાસ્તવિક પ્રભાવશાળી પોઝિશનમાં ગોઠવી દીધો છે.
મેં દરેક ઉમેદવારોને મળેલાં મત પર નજર નાખી છે અને વિચારો તો ખરા કે ભાજપ 34 બેઠકો પર એટલી સરસાઈ સાથે વિજેતા બન્યું છે કે આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના મતને જોડી લેવામાં આવે તો પણ તેઓ જીતી શક્યા ન હોત. આ તો અકલ્પનીય સુનામી હતું જેમાં કેજરીવાલની પાર્ટી અને કોંગ્રેસ તણાઈ જ ગયા. ખરેખર, આ તો મોદી મોજું ફરી વળ્યું.
કેટલાક લોકોને પરિણામોનાં આંકડામાં રસ હોય તેમણે ખરેખર નજર રાખવી રહી. આપના ઉમેદવારો સામે સૌથી વધુ મત સાથે વિજેતા નીવડેલા ભાજપના કેટલાક ઉમેદવારોમાં વિજેન્દર ગુપ્તા (રોહિણી- 37816), રવિન્દર ઈન્દ્રાજસિંહ (બાવાના- 31475) અને (ઉત્તમનગર- 29740)નો સમાવેશ થયો છે જ્યારે ચંદન કે ચૌધરી (સંગમવિહાર- 344), રવિ કાન્ત (ત્રિલોકપુરી- 392) અને તરવિન્દર સિંહ મારવાહ (જંગપુરા- 675), સૌથી ઓછી સરસાઈથી વિજેતા નીવડ્યા છે. ભાજપના 10 ઉમેદવારે 20,000થી વધુ મતની સરસાઈ હાંસલ કરી છે. પરવેશ સાહિબસિંહે આપના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલને 4089 મતની સરસાઈ સાથે પરાજિત કર્યા હતા.
ભાજપ માટે દિલ્હીમાં 27 વર્ષના રાજકીય અરણ્યવાસ પછી સત્તા હાંસલ કરવી તે ખરેખર સારા સમાચાર જ છે. જોકે, આની સાથે જવાબદારીઓ અને મતદારોની ઊંચી અપેક્ષાઓ પણ આવી છે. ભાજપને હવે વિકાસના માર્ગે ધીમી ગતિએ આગળ વધવાનું પોસાઈ નહિ શકે. ભ્રષ્ટાચારી સિવિલ સર્વન્ટ્સને દૂર કરવામાં વિલંબ પણ પોસાય તેમ નથી. આ ઉપરાંત, કેટલીક તાતી જરૂરિયાતની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ઝડપી ગતિ તેમને સર્વોચ્ચ લાભ અપાવશે.
ભાજપના ઈલેક્શન મેનિફેસ્ટોમાં કરવાના કાર્યોની લાંબી યાદી આપવામાં આવી છે. મારા મતાનુસાર સૌથી વધુ પ્રાથમિકતા ધરાવતા આ વચનો છેઃ
• યમુના નદીની સફાઈ અને રિવરફ્રન્ટનો વિકાસ.
• વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન પુનઃ ચાલું કરવું.
• કિંડરગાર્ટનથી પોસ્ટગ્રેજ્યુએટ સ્તર સુધી મફત શિક્ષણ.
• દિલ્હીને સફાઈ કામદારોને હાથથી સફાઈના કાર્યથી 100 ટકા મુક્ત બનાવવું.
• પ્રદૂષણ ઘટાડવા માટે ઈ-બસીસની ગોઠવણી.
• ધોરી માર્ગોના વિકાસ માટે રૂ. 765,000 કરોડની ફાળવણી.
• નવી કોલેજોની સ્થાપના.
• મહાભારત કોરિડોરનું નિર્માણ.
• ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ.
ભાજપ માટે વિકાસ સાધી બતાવવાની આ અતુલનીય તક છે. તેમની પાસે હજુ ત્રણ વર્ષ છે જે ગાળામાં તેઓ સારી અસર નીપજાવી શકે અને વાસ્તવિક વિકાસની દેખીતી નિશાનીઓ પણ દર્શાવી શકે. જો તેઓ આમ કરી શકશે તો 2029ની આગામી રાષ્ટ્રીય ચૂંટણી માટે માર્કર સ્થાપિત કરી શકશે.
લોકો કદાચ ટ્રમ્પ સાથે સહમત થાય તે જરૂરી નથી પરંતુ, એક વાત તો ચોક્કસ છે કે ટ્રમ્પ 2.0એ તેના પ્રથમ 100 દિવસમાં સમગ્ર અમેરિકાને ઉપરતળે કરી નાખ્યું છે. કોઈ પણ દેશ માટે ‘ડીપ સ્ટેટ’ની ચુંગાલ કે સકંજામાંથી બહાર આવવા માટે તેના મૂળને હચમચાવી તેનો નાશ કરી નાખવાનો જ માર્ગ રહે છે. ડીપ સ્ટેટ એ બગીચા કે ખેતરમાં રહેલા નિંદામણના ઘાસ જેવું છે. જો તમે તેને થોડું પણ વધવા દેશો તો આગળ જતાં તેનું કદરુપું સ્વરૂપ માથું ઉંચકશે તેમાં કોઈ શંકા નથી.
વડા પ્રધાન મોદી પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે મુલાકાત કરવા યુએસએ જઈ રહ્યા છે ત્યારે તેમણે એક બાબત સ્પષ્ટ કરી લેવી જોઈએ કે ભારત હવે બેકસીટમાં રહેશે નહિ અને કોઈના ઈશારે કઠપૂતળીની જેમ નાચશે પણ નહિ. જો વિશ્વના દેશો ભારતનું સમર્થન ઈચ્છતા હશે તો તેમણે સૌ પહેલા ભારત સાથે મૈત્રીનિષ્ઠા અને વફાદારી સાબિત કરવાની રહેશે. આપણે ઈચ્છીએ કે દિલ્હી રાષ્ટ્રનિર્માણમાં ભાજપના શક્તિશાળી જગ્ગરનોટને ઉત્તેજન આપનારું પરિબળ બની રહે.