જોકે, ૧૦ ડિસેમ્બરથી કસ્ટડીમાં રહેલા કેલવિન્દરને ટુંક સમયમાં મુક્ત કરી દેવાય તેવી શક્યતા છે. તે ૨૦૦૨માં યુકે આવ્યો હતો અને તેની વિઝાની મુદત પૂર્ણ થયાં પછી પણ દેશમાં રોકાઈ ગયો હતો. તેણે ઈયુ નાહરિક સાથે લગ્ન કર્યા હતા અને તે બે સંતાનનો પિતા છે. ઈમિગ્રેશન અધિકારીઓએ ખોટાં નામ, ખોટાં જન્મ પ્રમાણપત્ર અને વિવિધ નામ પરિવર્તન મારફત યુકેના બનાવટી પાસપોર્ટ મેળવવાની શંકાએ ગયા વર્ષેની નવમી ડિસેમ્બરે કેલવિન્દરની ધરપકડ કરી હતી. આ રીતે તેણે બીજો પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ પણ મેળવ્યા હતા. જજ નિકોલસ ડીને સજા સંભળાવી ત્યારે કેલવિન્દર કોર્ટમાં રડી પડ્યો હતો.