સર્જક રાજેન્દ્ર એમ. જાની વ્યવસાયે એડવોકેટ અને આરાસુરી અંબાજી માતા મંદિરના નિવૃત્ત અધિકારી છે. તેઓ નિજાનંદ માટે વાર્તા-કવિતાના સર્જન ઉપરાંત રાજકીય વિશ્લેષણ, સંશોધનાત્મક લેખો વગેરેના લેખનમાં પ્રવૃત્ત છે.
•
પ્રાણ પ્રિયા (કાવ્ય)
પ્રાણ પ્રિયાના કુંતલ કેશોમાં ગુંથાઈ જવામાં લિજ્જત છે,
પ્રાણ પ્રિયાના કર્ણ દ્વયોમાં ગુંજાઈ જવામાં લિજ્જત છે.
પ્રાણ પ્રિયાની કજરાળી આંખે અંજાઈ જવામાં લિજ્જત છે,
પ્રાણ પ્રિયાની નમણી નાશિકાથી સૂંઘાઈ જવામાં લિજ્જત છે.
પ્રાણ પ્રિયાના કોમળ અધરોથી ચુમાઈ જવામાં લિજ્જત છે.
પ્રાણ પ્રિયાના અનાર દંતોના ક્ષત સહેવામાં લિજ્જત છે.
પ્રાણ પ્રિયાના કૂચ દ્વયથી કચડાઈ જવામાં લિજ્જત છે.
પણ પ્રિયાના હસ્ત કમળથી સહલાઈ જાવામાં લિજ્જત છે.
પ્રાણ પ્રિયાના નાભિ કુપમાં મંડરાઈ જવામાં લિજ્જત છે.
પ્રાણ પ્રિયાની કદલી જંઘામાં જકડાઈ જવામાં લિજ્જત છે.
પ્રાણ પ્રિયા ખરેખર જો હોય પ્રાણથી પ્યારી તો
પ્રાણ પ્રિયા માટે સમર્પાઇ જવામાં જ ઇજ્જત છે.
•••