વુલ્વરહેમ્પ્ટન મેજિસ્ટ્રેટ્સ કોર્ટના જજ જ્હોન વોર્નરે જણાવ્યું હતું કે પહેલી એપ્રિલની સુનાવણીમાં મિલરશિપ હત્યાના આરોપ અંગે જવાબ વાળે તેવી શક્યતા છે. તેને કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે.
બલજિતસિંહ ૨૩ ડિસેમ્બરે તેમના પુત્ર માટે બર્થડે કેક લેવા ગયા હતા. આ પછી તેઓ લાપતા રહ્યા હતા. પહેલી જાન્યુઆરીએ તેમનો મૃતદેહ બ્લેક કન્ટ્રીના એક મકાનના બેઝમેન્ટમાંથી હાથ લાગ્યો હતો. માથાની ઈજા અને ચાકુના ઘાથી તેમનું મોત થયાનું પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું. મિલરશિપ સાથે જ કિંગ્સવિનફોર્ડથી ધરપકડ કરાયેલી ૨૭ વર્ષીય મહિલાને વધુ પોલીસ તપાસ સુધી પોલીસ જામીન પર મુક્ત કરાઈ હતી.